રાજકોટઃ રવિવાર સાંજે સાત વાગ્યાથી આજે સોમવારે વહેલી સવારે ચાર વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં ૧૮ ઇંચ વરસાદ ખાબકયો છે. જયારે વાડજ, ઇન્કમટેકસ, આશ્રમ રોડ, વિસ્તારમાં ૧૪.૬૨ ઇંચ, બોડકદેવ-વષાાપુર વિસ્તારમાં ૧૨.૦૮ ઇંચ વરસાદ પડયો છે. શાહી બાગ ઉસ્માનપુરા અને અખબારનગર અંડરબ્રિજમાં બે ફૂટ પાણી ભરાતા ત્રણેય અંડરબ્રિજ બંધ કરવા પડયા છે. મોડી રાતે ફરી વરસાદ શરૂ થતાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. ભારે હાલાકી ભોગવવી પડી છે. અનેક વિસ્તારોમાં ફરી પાણી ભરાયા છે.
ભારે વરસાદને કારણે પ્રહલાદનગર રોડ પર આવેલા ઔંડા તળાવની પાળી તૂટી
ભારે વરસાદને કારણે પ્રહલાદનગર રોડ પર આવેલા ઔંડા તળાવની પાળી તૂટી છે. તેની પાસે આવેલી વ્રજબિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે પાર્કિંગમાં ઊભેલી કાર આખેઆખી પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી.અમદાવાદ શહેરમાં ૩ દિવસમાં છેલ્લા ૩ દિવસમાં સીઝનનો ૩૦ ટકા વરસાદ થઇ ગયો છે. ગઇકાલે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ તથા આગામી બે દિવસ હજુ ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રીએ તાબડતોબ ઇમરજન્સી બેઠક બોલાવી હતી.દાણીલીમડા પંચવટી વિસ્તારની તમામ સોસાયટીઓમાં ઘરમાં કમર સુધી વરસાદના પાણી ભરાયા હતા. નહેરુનગરથી માણેકબાગ સુધી પાણી ભરાઇ જતાં બીઆરટીએસના રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા.ધોધમાર વરસાદના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમેશ મેરજા, સીટી ઇજનેર હરપાલસિંહ ઝાલા, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટ પાલડી મુખ્ય કંટ્રોલરૂમમાં પહોંચ્યા હતા અને શહેરમાં વરસાદની પરિસ્થિતિનો ચિતાર મેળવી અધિકારીઓ કર્મચારીઓને જરૂરી સૂચના આપી હતી.
મીઠાખળી અંડરબ્રિજમાં પાણી ભરાઇ જતા વાહનવ્યવહાર અંડરબ્રિજ બંધ
ભારે વરસાદના પગલે મીઠાખળી અંડરબ્રિજમાં પાણી ભરાઇ જતા વાહનવ્યવહાર અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. સરખેજનો મકરબા અંડરબ્રિજ, પરિમલ અંડરબ્રિજ વેજલપુર અંડરબ્રિજ વષાાપુર રેલવે ક્રોસિંગ અંડરબ્રિજ પણ બંધ કરવામાં આવેલ. આમ કુલ ૫ જેટલા અંડરબ્રિજ હાલમાં બંધ કરાયા હતા. તો નારણપુરા વિસ્તારમાં આવેલા ડી.કે પટેલ હોલની પાછળ રંગમિલન સોસાયટીમાં પાણીની ટાંકી ધરાશાયી થઇ છે.બેઝમેન્ટમાં મૂકેલા વાહનો બેઝમેન્ટના પાણીમાં ગરકાવ થઇ ગયા છે. એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો પર તળાવના પાણી ફરી વળતા બેઝમેન્ટ જાણે કે દરિયો થઇ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.અમદાવાદમાં આખી રાત વરસેલા મુશળધાર વરસાદના કારણે શહેરના રોડ-રસ્તાઓ પર પાણી ભરાઇ જતા વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે.
વાસણા બેરેજના ૮ દરવાજા ૪ ફૂટ ખોલવામાં આવ્યા
શહેરના વાસણા બેરેજના ૮ દરવાજા ૪ ફૂટ ખોલવામાં આવ્યા હતા. ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩ અને ૨૪ નંબરના ગેટ ખોલી નાખવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, શહેરની સાબરમતી નદીમાં ૧૮ હજાર ૯૦૪ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. અમદાવાદમાં મૂશળધાર વરસાદના કારણે શહેરના કેટલાંક વિસ્તારો તો જાણે કે દરિયો હોય તેવી સ્થિતિ થઇ ગઇ છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024