વાવાઝોડું બિપરજોય દેખાયું, સુરતના સુવાલી દરિયાકાઠે અસર શરૂ

12-Jun-2023

સુરત: ગુજરાત પર વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. દ્વારકાના દરિયાકાંઠે રહેતા હજારો લોકોનું સ્થાળાંતર કરવામાં આવી રહ્યું છે. આ સાથે ભારે પવન સાથે બારેય મેઘ ખાંગા થવાની શક્યતા છે.

રાજકોટમાં બીપરજોય ચક્રવાત ની અસર જોવા મળી

વાતવરણમાં અચાનક પલટો, ભારે પવન સાથે  ધોધમાર વરસાદ ચાલુ. દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ મોરબી, સુરત, સોમનાથ, જામનગર,વલસાડ સહિતના જિલ્લામાં દરિયે 2થી 3 મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. હાલ વાવાઝોડુ સાત કિમીની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આશરે દરિયામાં 350 કિમી દુર છે.

શું છે અંબાલાલ પટેલની આગાહીઃ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં બિપરજોય વિશે સંકેત આપ્યા છે. આ સુપર સાઇક્લોનિક કેટેગરીનું ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ શકે છે. તેનો માર્ગ હાલ નક્કી નથી. તેના કારણે તેની દિશાની આગાહી કરવી એક પડકાર સમાન છે. જોકે, વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે એ વાત ચોક્કસ છે.

કયા બંદર પર કયુ સિગ્નલ અને તેની અસરો

પોરબંદર, ઓખા, નવલખી સહિતના બંદરો પર 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. કંડલા બંદર પર 10 નંબરનું સિગ્નલ લાગતા આખું કંડલા બંદર ખાલી કરાવવામાં આવ્યું છે. 10 નંબરનું સિગ્નલ ભયસૂચક સિગ્નલ છે. આ વિસ્તારમાં પોલીસ દ્વારા કલમ 144  લગાડવામાં આવી છે. વાવાઝોડુ જખનૌથી ઓખાની વચ્ચે ત્રાટકવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દ્વારકા કલેક્ટર અશોક શર્મા દ્વારા  જણાવવામાં આવ્યું હતું કે તંત્ર સ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. સતત અપડેટ સાથેની માહીતી સરકારના વિભાગો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ફૂડ પેકેટ સહિતની સામગ્રીનો જથ્થો તૈયાર કરી દેવાયો છે. ડિઝાસ્ટરની ટીમો પણ પહોંચી ચૂકી છે. જ્યારે અમરેલી કલેક્ટર દહિયાએ જણાવ્યું હતું કે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલ દ્વારા જણાવાયું હતું કે વાવાઝોડાની તમામ ગતિવિધિ પર વોચ રાખવામાં આવી રહી છે.

મોડીરાતથી બેઠકોનો દૌર શરૂ થઈ ગયો છે. 24 કલાક તંત્ર એલર્ટ

6 જિલ્લામાં વાવાઝોડુ મોટો વિનાશ વેરે તેવી માહીતી સાંપડી છે. પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક સોમવારે બપોરે મળી છે.ગાંધીનગરમાં બપોરે 1 વાગ્યે મળી હાઈલેવલ બેઠક. બિપોરજોય વાવાઝોડાને લઈ મળી બેઠક. કેન્દ્રીય કેબીનેટ સચિવ બેઠકમાં હતા.

કયા સિગ્નલની કેટલી ભયાનકતા

સિગ્નલ નંબર 10ઃ 10 નંબરના સિગ્નલમાં 89થી 102 કિમીની ઝડપ હોય અને અતિ ભારે પવન ફૂંકવાના સંકેત મળે છે. સિગ્નલ નંબર 1થી 9 સુધી ધીમેધીમે પવનની ગતિ વધે છે અને જેમ સિગ્નલ આગળ વધે તેમ તેની અસર પણ વધતી જાય છે.

સિગ્નલ નંબર 11ઃ આ સિગ્નલમાં 103થી 118 કિમીથી વધુ ઝડપના પવન ફૂંકાવા લાગે છે. દરિયો ગાંડોતુર બને છે. 11 નંબરનું સિગ્નલ અતિ ભયાનક માનવામાં આવે છે.

તમામ સરકારી કર્મચારી, હોસ્પિટલ કર્મચારીઓની રજા કેન્સલ

જ્યા જ્યા વાવાઝોડાની શક્યતા છે તેવા જિલ્લા દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ મોરબી, સુરત, સોમનાથ, જામનગર,વલસાડમાં તમામ સરકારી કર્મચારી, હોસ્પિટલ કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે. અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી દેવામાં આવી છે.

બિપોરજોય વાવાઝોડાનો ભય, 2500 જેટલા લોકોનું સ્થળાંતર શરૂ

પોરબંદર દરિયાથી બિલકુલ નજીક રહેલા લોકોને સ્થળાંતરિત કરાયા.રૂપેણ બંદર પ્રાથમિક શાળામાં લવાયા લોકોને બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને પ્રથમ લાવવામાં લાવ્યા.

'બિપરજોય' વાવાઝોડું હવે બની શકે છે અતિ પ્રચંડ

પોરબંદર થી 340 કિલોમીટર અને દ્વારકાથી 380 km દૂર છે વાવાઝોડું. આગામી 15મી જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરવાની શક્યતા.ગુજરાતના તમામ દરિયા કાઠાના વહીવટી તંત્રને અપાયું એલર્ટ.પોરબંદર ,જામનગર, ઓખા સલાયા મુન્દ્રા, માંડવી અને જખો પોર્ટ ઉપર 10 નંબરનું અતિભય જનક સિગ્નલ લગાવ્યું. કચ્છના દરિયા કિનારા વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે 144 મી કલમ જાહેર. સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં જોવા મળી રહ્યો છે વાવાઝોડા નો કરંટ.

નવસારી જિલ્લામાં દરિયો બન્યો તોફાની

દરિયાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું. વાવાઝોડાની અસરને કારણે પાણીમાં કરંટ વધ્યો. જલાલપોર તાલુકાના વાસી બોરશી ગામે 10થી15 ફૂટ મોજા ઉછળ્યા.

કચ્છના જખૌના કાંઠા વિસ્તારના ગામોને સ્થળાંતરની સૂચના અપાઈ

નલિયા પ્રાંત અધિકારી દ્વારા  મિટિંગ બોલાવાઈ.કાંઠા વિસ્તારના 2 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોને સ્થળાંતર કરવાની સૂચના અપાઈ.સ્થળાંતર માટે નલિયા પ્રાંત અધિકારીએ અધિકારીઓને સૂચના આપી. 20 જેટલા ગામોને નજીકના સુરક્ષિત સ્થાને ખસેડવા કામગીરી શરૂ કરાશે.

બીપરજોય વાવાઝોડાની અસર સુરતમાં

સુવાલીનો દરિયો બન્યો ગાંડો. દરિયામાં કરંટ જોવા મળ્યો. દરિયાઈ મોજા 6થી 7 ફૂટ ઉછળી રહ્યા છે.

વાવાઝોડા બિપોરજોયના ખતરાને લઈ મંત્રીઓને જવાબદારી સોપાઈ

કચ્છની જવાબદારી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને તથા પ્રફુલ પાનસેરિયાને પણ કચ્છ જિલ્લાની જવાબદારી આપવામાં આવી‌ મોરબીમાં કનુ દેસાઈ અને રાજકોટમાં રાઘવજી પટેલને જવાબદારી આપવામાં આવી.કેન્દ્રીય આરોગ્યમંત્રી આજે ભુજ લેશે. કેન્દ્રીયમંત્રી મનસુખ મંડવીયા કરશે કચ્છનો પ્રવાસ. વાવાઝાડાના સંકટ અંગે કરશે સમીક્ષા. કચ્છની વર્તમાન સ્થતિ અંગે મેળવશે તાગ.

દ્વારકાધીશ જગત મંદિરે એક સાથે બે ધ્વજા ચઢાવાઈ

બે ધ્વજા ચઢાવાથી સંકટ ટળતું હોવાની માન્યતાતા.તાઉતે વાવાઝોડા વખતે બે ધ્વજાથી સંકટ ટળ્યું હતું.દ્વારકાધીશ મંદિર પર 52 ગજની જ ધ્વજા ફરકાવવામાં આવે છે.

Author : Gujaratenews