સુરતમાં મધરાતે લક્ઝુરીયસ ક્લબની રીસેપ્શનીસ્ટ કપડા ચેન્જ કરતી હતી અને સિક્યુરીટી ગાર્ડ ઘરમાં ઘૂસી ગયો

12-Mar-2022

પ્રતિકાત્મક તસવીર.

સુરત : ડુમસ રોડ પર સિક્યુરીટી માટે રખાયેલો ગાર્ડ લંપટ નીકળ્યો હતો. એક લક્ઝુરીયસ ક્લબની રીસેપ્શનીસ્ટ કપડા ચેન્જ કરતી હતી અને સિક્યુરીટી ગાર્ડ બારીથી ઘરમાં ઘૂસી ગયો હતો. મધરાત્રે બેડરૂમની લાઇટ ચાલુ કરી કપડાં ચેન્જ કરતી હતી ત્યારે સ્લાઇડીંગ વિન્ડો ખોલી રૂમમાં ઘૂસ્યો હતો. યુવતીએ બચવા બાથરુમમાં આશરો લઇ પોલીસે કોલ કરતા પકડી પાડયો હતો 
ડુમ્મસ રોડ વિસ્તારના લક્ઝુરીયસ ક્લબમાં રીસેપ્શનીસ્ટ તરીકે નોકરી કરતા મમતા (ઉ.વ. ૨૧ નામ બદલ્યું છે) ગત રાત્રે ડ્યુટી પરથી રાત્રે ૧૨.૩૦ વાગ્યે પોતાના ડુમ્મસ રોડ સ્થિત રહેણાંક ખાતે ગઇ હતી. મમતા ફૂલેટના બેડરૂમમાં જઇ લાઇટ ચાલુ કરી પોતાનો ડ્રેસ ચેન્જ કરી રહી હતી ત્યારે એપાર્ટમેન્ટનો સિક્યુરીટી ગાર્ડસુનીલ માનસીંગ ડામોર રૂમની ગેલેરીમાં આવી ગેલેરીના પારદર્શન કાચની સ્લાઇડર બારીને ધક્કો મારી ખોલી રૂમની અંદર ઘુસી ગયો હતો. બારી વાટે ઘુસી આવેલા સિક્યુરીટી ગાર્ડને જોઇ મમતા ચોંકી ગઇ હતી અને તેણે બુમાબુમ કરી મુકી હતી. સુનીલ બીજી કોઇ અઘટિત ઘટનાને અંજામ આપે તે પહેલા મમતાએ ચાલાકી વાપરી તુરંત જ બાથરૂમમાં જઇ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જેને પગલે ડુમ્મસ પોલીસ તુરંત જ ધસી ગઇ હતી. મમતાએ બુમાબુમ કરતા એપાર્ટમેન્ટના અન્ય રહીશો પણ દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પંદર દિવસ અગાઉ રીસેપ્શનીસ્ટ તરીકે નોકરી પર જોડાનાર મમતા જયારથી રહેવા આવી હતી ત્યારથી સુનીલ ડામોર તેને બિભત્સ નજરે જોતો હતો. પોલીસે સુનીલ વિરૂધ્ધ છેડતીનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

Author : Gujaratenews