અમેરિકામાં ઉડતા પ્લેનમાં એક મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. મહિલા ફ્લાઇટમાં ન્યુ જર્સીથી લંડન જઈ રહી હતી. પીડિતાનો આરોપ છે કે પ્લેનની ફર્સ્ટ ક્લાસ કેબિનમાં રેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. મહિલાએ આ ઘટના અંગે એરલાઈન્સના કેબિન ક્રૂને જાણ કરી હતી. જેની જાણ હીથ્રો એરપોર્ટને કરવામાં આવી હતી. પ્લેન લંડનના હીથ્રો એરપોર્ટ પર પહોંચતા જ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જોકે બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.ઘટના સમયે તમામ મુસાફરો સૂતા હતા
‘ડેઈલી મેઈલ’ના અહેવાલ અનુસાર, પ્લેન ન્યુ જર્સીના નેવાર્કથી લંડન જઈ રહ્યું હતું. ઓવર નાઇટ ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલી બ્રિટિશ મહિલાએ આરોપ લગાવ્યો છે કે એક વ્યક્તિએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. પીડિતાએ જણાવ્યું કે જ્યારે પ્લેનમાં તમામ મુસાફરો સૂઈ રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેના પર રેપ કર્યો. આરોપી પણ બ્રિટનનો રહેવાસી છે. ઘટના બાદ મહિલાએ યુનાઈટેડ એરલાઈન્સના કેબિન ક્રૂને ઘટના અંગે જાણ કરી હતી.
ફ્લાઇટની ફોરેન્સિક તપાસ
યુકેના હીથ્રો ખાતે ફ્લાઈટ લેન્ડ થયા બાદ પોલીસ અધિકારીઓ પ્લેનમાં પહોંચ્યા અને આરોપીની ધરપકડ કરી હતી. અધિકારીઓએ ફ્લાઇટની ફોરેન્સિક તપાસ પણ કરી હતી. પોલીસે પ્લેનના લક્ઝરી કેબિન ફિંગર પ્રિન્ટ જેવા પુરાવા એકત્ર કર્યા છે. આ ઘટના ગત સપ્તાહના સોમવારે બની હોવાનું કહેવાય છે. આરોપી અને પીડિત મહિલાની ઉંમર 40ની આસપાસ હોવાનું કહેવાય છે.
બ્રિટિશ પોલીસ તપાસમાં વ્યસ્ત
ધ સન દ્વારા અહેવાલ મુજબ આરોપી અને પીડિતા બિઝનેસ ક્લાસમાં અલગ-અલગ સીટો પર હતા. બંને એકબીજા માટે પહેલેથી જ અજાણ હતા. ઘટના પહેલા પીડિતા અને આરોપીએ લોન્જ એરિયામાં સાથે મળીને દારૂ પીધો હતો અને બોલાચાલી કરી હતી. બ્રિટિશ પોલીસે ધરપકડની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે તપાસ હજુ ચાલુ છે.
20-Aug-2024