સુરતીઓ સાચવજો! ઉત્તરાયણનાં બે દિવસ ફલાયઓવર પર નહીં મળે એન્ટ્રી, 14 અને 15મીએ ફલાયઓવર પર પ્રતિબંધ

12-Jan-2022

ફ્લાય ઓવરબ્રિજ પર ટૂવ્હીલર માટે પ્રતિબંધ

હવે ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત પોલીસે ઉત્તરાણય તહેવારને લઈને એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં શહેરમાં ફ્લાઈઓવર બ્રિજને લઈને પોલીસ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

સુરતમાં ફ્લાય ઓવરબ્રિજને લઇ જાહેરનામું

આ જાહેરનામા મુંજર 14 અને 15 જાન્યુઆરીએ શહેરના ફ્લાઈઓવર બ્રિજ પર ટૂવ્હીલ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે ટુવ્હીલર ચાલકો ફ્લાઈઓવરબ્રિજની નીચેના રસ્તેથી અવરજવર કરી શકશે. મહત્વનું છે કે ઉત્તરયણમાં પતંગ પકડવા જતા અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે, તો માંજા વડે કપાઈ જવાની કે દોરી ગળામાં ફસાઈ જવાની ઘટનાઓ પણ બનતી હોય છે ત્યારે શહેર પોલીસ જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં ટુવ્હીલરમાં સેફ્ટી ગાર્ડ હશે તો જ પ્રતિબંધમાંથી મુક્તિ અપાશે તેવું જાહેરનામાં સ્પષ્ટ ઉલ્લખ કરાયો છે. 

ફ્લાય ઓવરબ્રિજ પર ટૂવ્હીલર માટે પ્રતિબંધ

ઉલ્લેખનિય છે કે ઉત્તરાયણના દિવસોમાં ચાઈનિઝ દોરીનું પણ ધૂમ વેચાણ કરવામાં આવતું હોય છે ત્યારે ચાઈનિઝ દોરી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચાઈનિઝ દોરીના કારણે અનેક લોકોને નુકસાન થાય છે તેમજ દોરીના કારણે કપાઈ જવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. જો કે ચાઈનિઝ દોરીના વેચાણ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉત્તરાણ પર્વ એ આનંદ અને ઉલ્લાસનો પર્વ છે. ત્યારે આ પર્વ નિમિતે લોકો સાવચેત રહે તે હેતુંથી પોલીસ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.  

Author : Gujaratenews