ઈબદાન,તા.૧૨: એક મહિલા તેના પતિની હરકતોથી એટલી બધી પરેશાન થઈ ગઈ કે તેણે કોર્ટમાં જવું પડ્યું. બંનેના લગ્નને ૧૪ વર્ષ થઈ ગયા છે. ૩ બાળકો પણ છે. મહિલા પતિને છૂટાછેડા આપવા માંગે છે. આ મામલો નાઈજીરિયાનો છે. મહિલાએ આરોપ લગાવ્યો કે પતિની વધુ સેકસની આદત તેનો જીવ લઈ લશે.
Premium Times Nigeria ના જણાવ્યાં મુજબ મહિલાનું નામ ઓલમિડ લવાલ છે. જે તેના પતિ વિરુદ્ધ ૭ જાન્યુઆરીના રોજ મોપો ઈબદાનમાં કસ્ટમર કોર્ટમાં ગઈ છે. અહીં તેણે કોર્ટ પાસે પતિથી અલગ થવાની માગણી કરી છે. અરજીકર્તા મહિલાના પતિનું નામ સહીદ લવાલ છે. હકીકતમાં મહિલાનું કહેવું છે કે તેનો પતિ તેની સાથે ખુબ જ સેકસ કરે છે. જેના કારણે તેને ડિવોર્સ જોઈએ છે.
મહિલાએ કોર્ટમાં અરજી દાખલ કરીને એવો આરોપ પણ લગાવ્યો કે પતિ દારૂ પણ પીવે છે. મહિલાએ કોર્ટમાં કહ્યું કે લગ્નને ૧૪ વર્ષ વીતિ ગયા છે પરંતુ પતિમાં માનવતા નામની કોઈ વસ્તુ નથી. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો કે તે હંમેશા બીયર પીતો રહે છે. નશામાં હોય ત્યારે તે જબરદસ્તી કરે છે. આ બધાથી તે પરેશાન થઈ ગઈ છે.
મહિલાએ કોર્ટને અપીલ કરી છે કે તેઓ તેના પતિને તેના ફ્લેટ પર આવતા રોકે. મહિલાએ કોર્ટને એમ પણ કહ્યું છે કે આરોપી પતિ તેને ખર્ચો પણ આપતો નથી.
વ્યવસાયે ફેશન ડિઝાઈનર આરોપી પતિ સહીદ લવાલે પોતાના બચાવમાં કહ્યું કે હવે તેણે દારૂ પીવાનું છોડી દીધુ છે અને તે તેના બાળકોની દેખભાળ કરવા માટે તૈયાર છે. આ મામલે કોર્ટના પ્રેસિડેન્ટ S.M. Akintayo એ મામલાને હાલ ૧ માર્ચ સુધી ટાળ્યો છે. તેમણે કપલને કહ્યું કે બંને શાંતિ જાળવી રાખે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025