યૂઝર્સ માટે ટૂંકમાં જ સબસ્ક્રીપ્શન મોડલ શરૂ કરીને ઇન્સ્ટાગ્રામ પેડ બનાવી દેવાશે
નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ યૂઝર્સે હવે ટૂંકમાં જ આ સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે નાણા ચુકવવા પડશે. ઇન્સ્ટાગ્રામ એક નવા સબસ્ક્રિપ્શન ફીચર પર કામ છે. જેના હેઠળ તેમાં કન્ટેન્ટ એક્સેસ કરવા માટે યુઝર્સે દર મહિને 89 રૂપિયા ચુકવવા પડશે. કંપનીનું કહેવું છે કે તેનાથી ઇન્સ્ટાગ્રામ ક્રિએટર્સ અને ઇન્ફ્લુએન્ઝર્સને ફાયદો થશે. હાલમાં જો કે કંપનીએ પેડ ફિચર બાબતે સત્તાવાર પોલિસી જાહેર કરી નથી. ટેક ક્રન્ચના અહેવાલ અનુસાર ઇન્સ્ટાગ્રામ સબસ્ક્રિપ્શન ઇન એપ પર્ચેઝ હેઠળ એપલ એપ સ્ટોર પર લિસ્ટેડ છે. તેના માટે ઇન્સ્ટાગ્રામ સબસ્ક્રિપ્શન કેટેગરી પણ તૈયાર કરવામાં આવી છે. હાલમાં ત્યાં દર મહિને રૂ. 89નો ચાર્જ દર્શાવાયો છે. જ્યારે તે યુઝર્સ માટે લવાશે ત્યારે તેમાં ફેરફાર પણ કરવામાં આવી શકે છે. ઇન્સ્ટાગ્રામ સબસ્ક્રિપ્શન બાબતે કેટલાક ટ્વિટ કર્યા છે. તે અનુસાર ઇન્સ્ટાગ્રામ સબસ્ક્રાઇબ બટનનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, જે ક્રિએટર્સની પ્રોફાઇલ પર દેખાશે. , કન્ટેન્ટ ક્રિએટર્સને એ ઓપ્શન પણ મળશે કે તે પોતાનો સબસ્ક્રિપ્શન ચાર્જ નક્કી કરી શકે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024