સુરતઃ એક તરફ કોલસાની અછતના કારણે કાપડની મિલોમાં એક મહિનાનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ સુરત ડાયમંડ ઉદ્યોગમાં હલકી સાઇઝના હીરાની ડિમાન્ડમાં વધારાના પગલે સુરતના કેટલાક હીરા ઉદ્યોગમાં ઓવરટાઈમ શરૂ ક૨વામાં આવ્યો છે. જેનો લાભ હીરા ઉદ્યોગના વેપારીઓની સાથે સાથે રત્ન કલાકારોને પણ પૂરેપૂરી રીતે મળવાનો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ડાયમંડ સિટી સુરતના હીરા ઉદ્યોગને આ વખતની દિવાળી ખૂબ ફળવાની છે. કારણ કે દિવાળી સામયે સુરતના હીરા ઉદ્યોગમાં હલકી સાઈઝના ડાયમંડની ડિમાન્ડ વધતા કેટલાક હીરા ઉદ્યોગના કારખાનાઓ વહેલી સવારથી ધમધમતા થયા છે. સુરતમાં નાના- મોટા મળી અંદાજિત પાંચ હજાર ડાયમંડ યુનિટ આવેલા છે. કોરોનાકાળ દરમ્યાન બે વર્ષમાં ઉદ્ભવેલી સ્થિતિએ હીરા ઉદ્યોગના વેપારીઓ અને રત્ન કલાકારોને ચિંતામાં મૂકી દીધા હતા, પરંતુ કોરોનાના આ બે વર્ષ બાદમાં અચાનક હીરા ઉદ્યોગમાં આવેલી તેજીના પગલે ડાયમંડ ઉદ્યોગના વેપારીઓ ચિંતામુક્ત થયા છે. સુરત ડાયમંડ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે આમ તો સુરતના હીરા ઉદ્યોગનું દિવાળી સુધીનું વાર્ષિક ટર્ન ઓવર ૨.૫૩ મિલિયન ડોલરનું રહેલું છે. જેમાં પણ વધારો થવાની પુરેપુરી શકયતા રહેલી છે. જેનો લાભ સુરતના હીરા ઉદ્યોગના વેપારીઓ અને રત્ન કલાકારોને મળી રહેવાનો છે. બાબત સુરતના હીરા ઉદ્યોગ માટે ખૂબ જ લાભદાયી નીવડી રહેશે. કોવિડ પરિસ્થિતિ દરમ્યાન અમેરિકા અને યુરોપિયન દેશોમાં કોવિડ પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું જેના કારણે પણ મોટી બચત હીરા ઉદ્યોગને થઈ. કોવિક પરિસ્થિતિ વચ્ચે પણ યોજાયેલા પ્રસંગો દરમ્યાન લોકોએ એકબીજાને ભેટ- સોગાદોની આપ- લે કરી હતી. જે હાલ પણ આવા દેશોમાં સ્ટેડેટેડ જ્વેલરી, પોલિશડ ડાયમંડ અને ડાયમંડ જ્વેલરીની વધુ માગ છે. જેમાં મોટામાં મોટું માર્કેટ અમેરિકા છે. હોંગકોંગમાં પણ હાલ સુરતથી ૩૪ ટકાનું એક્સપોર્ટ રહેલું છે. જ્યારે અમેરિકામાં પણ ૩૭ ટકા જેટલું એક્સપોર્ટ રહેલું છે. સરેરાશ ૮૦ ટકા સુરતથી બે દેશોમાં ડાયમંડ અને જ્વેલરીનું એક્સપોર્ટ હાલ થઈ રહ્યું છે. સામી દિવાળી છે અને એક્સપોર્ટ વધ્યું છે, પરંતુ પોલિશડ ડાયમંડનો ભાવ વધવો જોઈએ તે મળ્યો નથી. રફ ડાયમંડનો ભાવ આગામી સમયમાં દબાઇ તેવી શકયતા છે, પરંતુ હાલ દિવાળીના સમયે રત્ન કલાકારોને વધુ કામ મળતું થયું છે. આગામી સમયમાં કામ ઓછું મળશે તેવો વેપારીઓમાં ભય છે, જેના કારણે હાલ ઓવરટાઈમ કરવામાં આવી રહ્યો છે. હાલ દિવાળીનો સમય છે અને છ માસથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં તેજી છે. ડાયમંડ ઉદ્યોગ દ્વારા પણ રત્નકલાકારોને પૂરતું કામ મળી રહે તે માટે સમયનો સદુપયોગ કરી ઓવરટાઈમ કરવામાં આવી રહ્યો છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
18-Jan-2025