200 કરોડના ખર્ચે બનેલા અમદાવાદ સરદારભવનનું લોકાર્પણ અને કન્યા છાત્રાલયનું પીએમ મોદીના હસ્તે ઈ-ભુમિપુજન
11-Sep-2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) શનિવારે (11 સપ્ટેમ્બર) વીડિયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં સરદારધામ ભવનનું ઉદ્ઘાટન કરાયું છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે વિશ્વ પાટીદાર સમાજ “સરદારધામ”નું નિર્માણ થયું છે. આ સરદાર ધામ અંદાજીત રૂ.200 કરોડના ખર્ચે 11,670 સ્ક્વેર મિટરના પ્લોટમાં આશરે 7 લાખ સ્ક્વેર ફૂટમાં નિર્માણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરદારધામનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું, આ ઉપરાંત બાજુની જમીનમાં જ રૂ. 200 કરોડના ખર્ચે 2500 દીકરીઓ માટે કન્યા છાત્રાલય બનાવાશે. જેનું પણ વડાપ્રધાન વર્ચ્યુઅલ ભૂમિ પૂજન કર્યું છે.
સરદારધામના ઉપપ્રમુખે પત્રકારોને જણાવ્યું હતું કે સરદારધામ પાંચ લક્ષ્યબિંદુઓ પર ચાલે છે. સરદારધામમાં 450 વ્યક્તિઓની ક્ષમતાનું ઓડીટોરીયમ અને 1 હજાર વ્યક્તિઓની ક્ષમતા સાથેના 2 હોલ પણ છે. સરદારધામ ભવનના બેઝમેન્ટ 1 અને 2માં 450થી વધુ કારનું પાર્કિંગ, 50થી વધુ થ્રી-સ્ટાર રૂમો ધરાવતું ટ્રસ્ટી વિશ્રામ ગૃહની વ્યવસ્થા છે.
20-Aug-2024