દસ લાખ લોકોની વસ્તી ધરાવતો વિસ્તાર સાયણ, વેલંજા, ઉમરા, ઘલુડી, શેખપુર, કઠોર, ગોથાણ અને ભરથાણા જેવા ગામના નાગરિકો માટે કેટલીક ટ્રેનના સ્ટોપેજ માટે પણ રજૂઆત

11-Sep-2022

ડીઆરએમ ઓફિસ વડોદરા ખાતે ડીઆરયુસીસીની મળેલી મિટિંગમાં પ્રવીણ ભાલાળા દ્વારા ફિરોજપુર જનતા એક્સપ્રેસ તાત્કાલિક ચાલુ કરવા માટેની રજૂઆત કરવામાં આવી. સાથે રાજ્યભરમાં રેલવે ટીકીટ સેન્ટરો પણ ચાલુ કરવા માટેના સૂચનો કર્યા હતા.

ડીઆરએમ ઓફિસ વડોદરા ખાતે ડીઆરયુસીસીની મિટિંગ મળી હતી. તે મિટિંગમાં સુરત શહેરના નાગરિકો અને મુસાફરોને પડતી અસુવિધા બાબતે ડીઆરયુ મેમ્બર પ્રવીણભાઈ ભાલાળાએ રજૂઆતો કરી હતી.

આ અંગે ડીઆરયુ મેમ્બર ભાલાળાએ જણાવ્યું હતું કે દસ લાખ લોકોની વસ્તી ધરાવતો વિસ્તાર સાયણ, વેલંજા, ઉમરા, ઘલુડી, શેખપુર, કઠોર, ગોથાણ અને ભરથાણા જેવા ગામના નાગરિકો માટે કેટલીક ટ્રેનના સ્ટોપેજ માટે પણ રજૂઆત કરાય છે.

આ વિસ્તારના સાયણ રેલવે સ્ટેશન પર 8 ડબ્બાનું જ પ્લેટફોર્મ છે જ્યારે ટ્રેનમાં ૨૦ થી ૨૪ જેટલા ડબા હોય છે આવી પરિસ્થિતિમાં 10 થી 15 ડબા પ્લેટફોર્મની બહાર જ રહે છે

પરિણામે મહિલાઓ, વૃદ્ધો, બાળકો અને દિવ્યાગોને ઉતરવામાં ખૂબ તકલીફ પડે છે તે માટે સાયન રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ને લંબાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે તેમજ કોવિડ બાદ ફિરોજપુર જનતા એક્સપ્રેસ ચાલુ કરવામાં આવી નથી જેના કારણે રોજના હજારો મુસાફરોને ખૂબ તકલીફ વેઠવી પડે છે તે માટે ફિરોજપુર જનતા એક્સપ્રેસ તાત્કાલિક ચાલુ કરવા માટેની રજૂઆત પણ કરવામાં આવી છે 

સૌથી મહત્વની બાબત એ હતી કે કન્ફર્મ નહીં થયેલી ઓનલાઇન ટિકિટના મુસાફરોને ટ્રેનમાં પ્રવાસ કરવા દેવામાં આવતો નથી અને રેલ્વે સ્ટેશનથી ખરીદેલી અથવા તો રેલવેના ઓથોરાઈઝ સેન્ટર પરથી ખરીદેલી ટિકિટના મુસાફરોને વેઇટિંગમાં પણ પ્રવાસ કરવા દેવામાં આવે છે તો રાજ્યભરમાં રેલ્વે દ્વારા વધુમાં વધુ રેલવે ટીકીટ સેન્ટરો ખોલવા જોઈએ અથવા ઓનલાઇન ખરીદેલ ટિકિટના મુસાફરોને પણ વેઇટિંગ દરમિયાન પ્રવાસની શૂટ આપવી જોઈએ ઘણી વખત એક ટિકિટમાં આઠથી દસ મુસાફરોની ટિકિટ હોય છે અને તે દરમિયાન બે ત્રણ ટિકિટો કન્ફર્મ થાય છે બાકીની ટિકિટો વેઇટિંગ બતાવે તેવી પરિસ્થિતિમાં કન્ફર્મ ટિકિટ કેન્સલ કરે તો પણ કેટલાક પૈસા કપાઈ જાતા હોય છે જેના કારણે નાગરિકોને ખૂબ મુશ્કેલી ઊભી થાય છે એટલે આ બાબતે રેલવે વિભાગને ઘટતું કરવા અને નાગરિકોની તકલીફ ઓછી કરવા ખાસ રજૂઆત કરવામાં આવી છે.

Author : Gujaratenews