રાજકોટ 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, ઢેબર રોડ. જંક્શન, સોરઠિયાવાડી, મોરબી રોડ, માધાપર ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

11-Jun-2022

શહેરના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ

રાજકોટ જિલ્લામાં આજે મેઘરાજા મહેરબાન થયા હતા. જ્યાં લોધીકાના નગરપીપળીયા ગામે ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ હતી. રાજકોટ શહેરમાં આજે અસહ્ય બફારાથી લોકો અકળાયા હતા. જોકે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. સાંજના 5 વાગ્યા બાદ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં જસદણ પંથકમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. જસદણના શિવરાજપુર ગામમાં પણ વરસાદી ઝાપટુ વરસી ગયું હતું.

Author : Gujaratenews