પેરુમાં ભયાનક બસ અકસ્માતમાં 20ના મોત, 30 ઘાયલ

11-Feb-2022

PERU : પેરુમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 20 લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ઉત્તરીય લિબર્ટાડ ક્ષેત્રમાં થઈ હતી. મુસાફરોથી ભરેલી બસ જઈ રહી હતી ત્યારે અનિયંત્રિત થઈને બસ 100 મીટર (328 ફૂટ) ઊંડી ખીણમાં પડી ગઈ હતી.બસ તૈયબામ્બાથી ટ્રુજીલો જઈ રહી હતી. આ અંતર લગભગ 340 કિલોમીટર (211 માઇલ)નું છે. જોકે, ખરાબ રસ્તાના કારણે આ અંતર કાપવામાં 14 કલાકનો સમય લાગે છે.

જણાવી દઈએ કે પેરુમાં આ પ્રકારના રોડ અકસ્માતો અવારનવાર થાય છે. આ અકસ્માતોનું કારણ વાહનોની વધુ ઝડપ અને ખરાબ રસ્તા છે. ગયા વર્ષે જ 10 નવેમ્બરના રોજ, ઉત્તરી પેરુના જંગલોમાં એક મિનિબસ અકસ્માતમાં કેટલાક લોકો માર્યા ગયા હતા.

 

સમાચાર અહી પણ છે... જી ન્યૂઝ

Author : Gujaratenews