અન્ના હજારે અનશન પર ઉતરશે: સુપર માર્કેટમાં દારૂ વેચવાના ઉદ્ધવ સરકારના નિર્ણયનો વિરોધ કરવા 14 ફેબ્રુઆરીથી ભૂખહડતાળ કરશે
11-Feb-2022
અન્ના હજારે- ફાઇલ ફોટો
મહારાષ્ટ્ર સરકાર દ્વારા સુપરમાર્કેટ અને વોક-ઈન સ્ટોરમાં દારૂ વેચવાની પરવાનગી આપ્યા બાદ સામાજીક કાર્યકર્તા અણ્ણા હજારે નાખુશ થયા છે. તેમણે 14 ફેબ્રુઆરીથી અનિશ્ચિતકાળ સુધી ભૂખ હડતાળ કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારની આ નીતિ પરત ખેંચવા બુધવારે અણ્ણા હજારેએ CM ઉદ્ધવ ઠાકરેને એક પત્ર પણ લખ્યો હતો. તેમણે કહ્યું કે મેં આ પત્ર તેમને દારુ નીતિ પર પુન: વિચારણા કરવા માટે લખ્યો છે. જો તેઓ ન માન્યા તો 14 ફેબ્રુઆરીથી હું ઉપવાસ પર ઉતરીશ. અણ્ણાએ એમ પણ કહ્યું કે આ સંબંધે મેં નાયબ મુખ્યમંત્રી અજિત પવારને પણ પત્ર લખ્યો છે, પરંતુ હજી સુધી તેમનો કોઈ જવાબ આવ્યો નથી.
આ અગાઉ 3 ફેબ્રુઆરીથી CMને પત્ર લખ્યો હતો- અણ્ણા હજારે
અણ્ણા હજારેએ કહ્યું કે તેમણે મુખ્યમંત્રીને પહેલા પત્ર લખીને ત્રણ ફેબ્રુઆરીએ આ નીતિનો વિરોધ કર્યો હતો, પરંતુ તેનો હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી. તેમણે કહ્યું કે CMને ફરીથી યાદ અપાવવા માટે મેં સ્મરણ પત્ર પણ મોકલ્યો છે.
અણ્ણાએ કહ્યું- આ નિર્ણયથી લોકોમાં દારુની લત લાગશે
આ પહેલા અણ્ણા હજારેએ આ નીતિ વિશે કહ્યું હતું કે, વ્યસન મુક્તિની દિશામાં કામ કરવું એ સરકારની ફરજ છે, પરંતુ મને એ જોઈને દુ:ખ થાય છે કે સરકાર આર્થિક લાભ માટે નિર્ણયો લઈ રહી છે, જેના કારણે લોકોને દારૂની લત લાગી જશે. તેમણે કહ્યું કે આવા નિર્ણયો રાજ્યને કઈ દિશામાં લઈ જશે તે એક મોટો પ્રશ્ન છે.
અન્ય સમાચારો પણ અહી છે… જી ન્યૂઝ
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024