રાજ્યમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના વધી રહ્યા છે. પરંતુ હવે તેને લઈને પોલીસ પણ એકશનમાં આવી ગઈ છે અને સ્પાની આડમાં ચાલતા કુંટણખાનાનો પર્દાફાશ કરવા લાગી છે. સુરત પોલીસ દ્વારા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનીટની રેડ કરવામાં આવી જેમા મોટા પાયે ચાલી રહેલા દેહ વ્યાપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
2 મહિલા સંચાલકની અટકાયત
સુરતમાં આવેલ રોયલ આર્કેડમાં સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધંધો ધમધમી રહ્યો હતો. જેનો પર્દાફાશ થઈ ગયો છે. કુલ 3 સ્પા સેન્ટરમાં રેડ કરવામાં આવી હતી જેમા દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો. આપને જાણીને નવાઈ લાગશે કે 3 માંથી 2 સ્પાનું સંચાલન તો મહિલાઓ કરતી હતી જેમની પોલીસે અટકાયત કરી છે.
4 યુવતીઓની અટકાયત
કુલ 3 સ્પા સેન્ટરમાં રેડ કરવામાં આવી હતી જેમા દેહ વ્યાપારનોં ધંધો ધમધમી રહ્યો છે. સમગ્ર રેડમાં પોલીસે 2 મહિલાઓની ધરપકડ કરી છે જેઓ સ્પાનું સંચાલન કરતી હતી. સાથેજ સ્પા સેન્ટરોમાંથી 4 યુવતીઓની પણ અટકાટત કરવામાં આવી છે. ઉપરાંત 3 ગ્રાહકોની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
સ્પાનો માલિક ફરાર થતા વોન્ટેડ
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કેસમાં અન્ય એક સ્પાના માલિક ફરાર થતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જોકે રાજ્યમાં સ્પાની આડમાં દિવસેને દિવસે દેહ વ્યપારનો ધંધો વધી રહ્યો છે. જે સભ્ય સમાજ માટે એક ચિંતાનો વિષય બન્યો છે. પરંતુ સ્પાની આડમાં વધતા જતા દેહ વ્યાપારાના ધંધાને લઈને પોલીસ પણ હવે તો એકશન મોડમાં આવી ગઈ છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024