Surat: ગત ગુરુવારના રોજ મહિધરપુરા કંસારા શેરીમાં દીવસના સમયે વરાછાના સોનાના વેપારીને ચાકુ બતાવી 1.63 કરોડની લુંટની ઘટના બની હતી. જેમાં મહિધરપુરા પોલીસે વેપારી સાથે મોપેડ પર રૂપિયાની બેગ લઈ સવાર થયેલા યુવકે જ ટીપ આપી તેના સાગરીતો સાથે લુંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મીતેશસિંહ ઉર્ફે દરબાર તેમજ અન્ય બેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ત્યાંથી દરબાર નામના યુવક સાથે રોકડની બેગો લઈ મોપેડ પર સવાર થઈ નીકળ્યા હતા. તે મહિધરપુરા કંસારા શેરીના હીરાબજારમાં બપોરે લોકોની ચહલપહલ વચ્ચે મોપેડ પર આવેલા ત્રણ ઈસમોએ ચાકુ બતાવી શરદભાઈ તથા તેમની સાથેના દરબારને ડરાવી- ધમકાવી તેમની પાસેથી 1.63 કરોડ રોકડ ભરેક બે બેગોની લુંટ કરી નાસી છુટયા હતા.
મહિધરપુરા કંસારા શેરીમાં ધોળે દીવસે સોનાના વેપારીને ચાકુની અણીએ 1.63 કરોડની લુંટની ઘટના બની હતી. આરોપીઓને ઝડપી પાડવા માટે મહિધરપુરા પોલીસની સાથે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ તથા એસોજીની ટીમ પણ જોડાઈને હતી. સીસીટી ફુટેજના આધારે સઘન તપાસ હાથ ધરી હતી. છેવટે મહિધરુપાર પોલીસે આ લુંટની ઘટનામાં શરૂઆતથી જ શંકાના દાયરામાં રહેલા અને વેપારી શરદભાઈ સાથે મોપેડ પર રૂપિયાની બેગ લઈને બેસેલા મિતેશસિં સુશિલ સિંહ પરમાર ઉર્ફે દરબારની ધરપકડ કરી હતી.
આમ રૂપિયા 1.63 કરોડની રોકડ લુંટમાં મહિધરપુરા પોલીસના હાથે ઝડપાયેલ મિતેશસિંહ ઉર્ફે દરબાર વરાછા ખોડિયાર નગરમાં આવેલ નિલેશ જાદવાણીની એમ ટુ એમ નામની રેડીમેડ કપડાની દુકાનમાં કામ કરતો હતો. રેડીમેડ કપડાંની દુકાનમાં કામ કરવાની સાથે ઓફિસની અન્ય કામગીરી મીતેશસિંહ ઉર્ફે દરબાર સંભાળતો હતો.
મિલેશ જાદવાણીએ અમરેલી દામનગરમાં પટેલ જવેર્લસના નામે સોનાના વેપાર સાથે સંકળાયેલા મિત્ર દિલીપભાઈ આગલિયાએ સુરતના સોનાના વેપારી શરદભાઈ સોલકરને વેચવા માટે આપેલા.
સોનાનું પેમેન્ટ સહી સલામત રીતે તેમના મિત્ર દિપીલ આગલિયાને મળી રહે તે માટે મિતેશસિંહ દરબારને વેપારી શરદભાઈ સાથે મોકલ્યો હતો. જોકે સોનું વેચાણમાં કરોડો રૂપિયાનું પેમેન્ટ રોકડમાં મળલાનું હોવાનું જાણતા મિતેશે છાપરાભાછા ખાતે રહેતા મળતિયાઓને ટીપ આપી અગાઉથી કાવતરું ઘડેલું. જે મુજબ મહિધરપુરા કંસારા શેરીમાં સોનાના વેચાણના પેમેન્ટના 1.63 કરોડની લુંટ ચલાવી હતી.
આ લુંટ કેસમાં મહિધરપુરા પોલીસે ટીપર મિતેશસિંહ ઉર્ફે દરબાર ઉપરાંત લુંટના ગુનામાં સંડોવાયેલા રાજુભાઈ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજ મરાઠે તથા શનિ કુમાર શાંતિલાલ કંઠારીયાને સહિતનાઓને ઝડપી પાડયા છે. પોલીસે મિતેશસિંહ ઉર્ફે દરબાર પાસેથી 15 હજારની કિંમતનો એક મોબાઈલ, શનિ કુમાર પાસેથી 7.50 લાખ, રાજુભાઈ પાસેથી 2.10 લાખ રોકડા તથા 40 હજારનો એક મોબાઈલ, સમીરના ઘરેથી 54.50 લાખ મળી કુસ રૂ. 64 લાખ 10 હજાર તથા એક મોબાઈલ તથા મોપેડ મળી 40 હજારની મત્તા કબ્જે કરી અન્ય બે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
20-Aug-2024