કોરોનાને કારણે સુરતીઓએ પીએફ ખાતામાંથી 1100 કરોડ ઉપાડ્યા

08-Jun-2021

સુરત:  કોરોનાને કારણે લોકોને આર્થિક મુસીબતો વધી છે. લોકો જ્યાથી નાણાં મળે ત્યાથી મેળવી રહ્યા છે. રોજગાર-ધંધા બંધ રહેતા સુરતમાં લોકોએ પોતાની સંગ્રહ મુડી ખર્ચવાની ફરજ પડી છે. જેમાં ઘણા લોકોએ પોતોાના પીએફ ખાતામાં જે સાચવેલી મુડી છે તેમાથી માર્ચ 2020થી અત્યાર સુધીમાં 2021 દરમિયાન 1100 કરોડની અંદાજિત રકમ પીએફ ખાતામાંથી ઉપાડી લીધી છે. જ્યારે બીજી લહેરમાં 80 હજાર ક્લેઇમ થઇ ચુક્યા છે. પહેલી લહેરમાં 2.85 લાખ ક્લેઇમ પૈકી 49 કોવિડ ક્લેઇમ, બીજી લહેરમાં 3 મહિના 80 હજાર પૈકી 11000 કોરોના ક્લેઇમ કર્યા છે.

Author : Gujaratenews