દિવાળી નજીક આવતી જાય છે તેમ સુરતના બરોડા પ્રિસ્ટેજમાં ખરીદી જામતી જાય છે. અંદાજે તહેવાર દરમિયાન 20 કરોડથી પણ વધારેની ખરીદી થશે તેમ જાણકારો કહે છે.
સસ્તા કપડા માટે હોટ ફેવરિટ બરોડા પ્રિસ્ટેજ
દિવાળી આવે એટલે લોકો નવા કપડાં અને અન્ય ચીજ વસ્તુઓની ખરીદીમાં લાગી જાય છે ત્યારે સુરતના બરોડા પ્રિસ્ટેજમાં પણ ખરીદીનો માહોલ જામ્યો છે. જેમ જેમ દિવાળી નજીક આવતી જાય છે તેમ તેમ રોજે રોજ લાખો કરોડો રૂપિયાનો સામાન દુકાનમાંથી વેચાઈ રહ્યો છે. ગત રવિવારે બજારમાં પગ મુકવાની પણ જગ્યા મળી ન હતી. જેથી લોકો પણ અટવાયા હતા.
દરેક ચીજ-વસ્તુઓની ખરીદી શરૂ
એવી કોઈ વસ્તુ નહીં હોય જે બરોડા પ્રિસ્ટેજમાં નહીં મળતી હોય. બાળકોથી લઈને મોટેરાઓ સુધીના કપડા, બુટ, મોજા, રૂમાલ, ગૃહ સજાવટની વસ્તુઓ, દિવાળીની સજાવટની વસ્તુઓ, બ્રા-પેન્ટિ, જીન્સ, ટીશર્ટ, ડ્રેસ, સાડી, સલવાર, સુટ જેવી અસંખ્ય વસ્તુઓ મળે છે. જેની ખરીદી શરૂ થઈ ગઈ છે.
બરોડા પ્રિસ્ટેજમાં દુકાનોના ભાડા પણ ઉચા
હાલ બરોડા પ્રિસ્ટેજમાં 10*10 ફૂટની દુકાનનું ભાડું આશરે 20 હજાર રૂપિયાથી શરૂ થાય છે. જેમ દુકાન મોટી તેમ ભાડું પણ વધારે હોય છે. મોટી દુકાનનું ભાડું દોઢ-બે લાખ રૂપિયા પણ હોય છે. દુકાન આગળ બેસતા સ્ટોલ ધારકોનું પણ ભાડું ₹15,000 વસૂલ કરે છે.
ફાયરબ્રિગેડને ચાલવું મુશ્કેલ
તહેવાર દરમિયાન બરોડા પ્રિસ્ટેજમાં જો કોઈ આગની ઘટના બને તો ફાયર બ્રિગેડને ચાલવું મુશ્કેલ થઈ પડે છે કારણ કે બજારમાં એટલી ભીડ હોય છે કે કોઈ વાહન નીકળી શકતું નથી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024