પાનોલી(Panoli) જીઆઈડીસીમાં આવેલ જલ એક્વા ઇન્ટરનેશનલ(Jal Aqua International) કંપનીમાં વહેલી સવારે આગ(Fire) ફાટી નીકળતા દોડધામ મચી હતી. કંપનીના ગોડાઉનમાં લાગેલી આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે તેમાં રખાયેલ તમામ સમાન બળીને ખાખ થઇ ગયો હતો. ૩ થી વધુ ફાયરફાઈટરોએ દોઢથી બે કલાકની જહેમત બાદ ઉપર કાબુ મેળવ્યો હતો.
સવારે ૩ વાગ્યાના અરસામાં પાનોલી ઔદ્યોગિક વસાહત ઇમરજન્સી સાયરનના અવાજથી ધણધણી ઉઠી હતી. પાનોલી જીઆઈડીસીમાં આવેલી જલ એક્વા ઇન્ટરનેશનલ કંપનીના ગોડાઉનમાં લાગેલી આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કંપનીના સત્તાધીશો સ્ટાફને સલામત કંપનીની ભાર ખસેડવા દોડધામ કરતા નજરે પડ્યા હતા. સદનશીબે વિકરાળ સ્વરૂપ ધારણ કરવા છતાં આગમાં કોઈપણ પ્રકારની જાનહાની નોંધવા પામી નથી .
બનાવનો કોલ ઇમરજન્સી સર્વિસીસને આપવામાં આવતા ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા હતા.કંપનીના પ્લાન્ટને સુરક્ષિત રાખવાના પ્રયાસ , કર્મચારીઓની સલામતી અને આગ બુઝાવી નુકશાનને ઓછું કરવાના પ્રયાસ સાથે ફાયરબ્રિગેડના જવાનોએ આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો.
પાનોલી ફાયર સ્ટેશનના અધિકારી હિંમત ભૂરિયાએ જણાવ્યું હતું કે સવારે ૩ વાગ્યાના અરસામાં તેમને આગનો કોલ મળતાં ટીમ ઘટનાસ્થળે રવાના થઇ હતી. જલ એક્વા ઇન્ટરનેશનલ કંપનીના ગોડાઉનમાં આગ લાગી હતી. કંપનીના ગોડાઉનમાં ફિનિશ મટીરિયલમાં આગ લાગી હતી જે તમામ બાળીને ખાખ થઇ ગયું હતું. ઘટનામાં કોઈ જાનહાની નથી પરંતુ આગ ઉપર કાબુ મેળવવા ૩ ફાયર બ્રિગેડ અને કંપનીન સેફટી સિસ્ટમ સાથે ૩૦ કર્મચારીઓએ દોઢથી બે કલાક ઝઝૂમવું પડ્યું હતું.
ઘટનાસ્થળે હાજર જય પટેલે જણાવ્યું હતું કે આગે ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આખું ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું હતું. આંગણું કારણ હજુ બહાર આવ્યું નથી
બનાવની ગંભીરતા પારખી અંકલેશ્વર રૂરલ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.ઘટનાસ્થળથી કર્મચારીઓને દૂર ખસેડી સલામત રાખવા પ્રયાસ કરાયો હતો. બનાવ સંદર્ભે પોલીસ , જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ આગ લાગવાના કારણ સહીત મામલાની સ્વતંત્ર તપાસ શરૂ કરશે.એક અંદાજ મુજબ આગમાં કરોડો રૂપિયાનું કેમિકલ બળીને ખાખ થઇ ગયું છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024