આજે RELIANCE બજારમાં મુકશે દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન , જાણો શું હશે કિંમત & ખાસિયત

10-Sep-2021

JioPhone Next માટે ઇંતેજાર આજે પૂરો થયો છે. આજે એટલે કે 10 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે દુનિયાના સૌથી સસ્તા સ્માર્ટફોનનું લોન્ચિંગ થઈ રહ્યું છે મુકેશ અંબાણીએ(Mukesh Ambani) દાવો કર્યો છે કે આ દુનિયાનો સૌથી સસ્તો એન્ડ્રોઇડ સ્માર્ટફોન હશે. કંપનીનો હેતુ આ સ્માર્ટફોનને દેશના 45 કરોડ 2G યુઝર્સ સુધી પહોંચવાનો છે.

JioPhone Next ને ગૂગલના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. એટલે કે, ફોનના સોફ્ટવેર અને સિક્યોરિટી માટે ગૂગલ જવાબદારી નિભાવશે. ફોનના લોન્ચિંગ પર ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું હતું કે આ સ્માર્ટફોનને સતત અપડેટ્સ મળશે. આ ઉપરાંત ફોનને વર્લ્ડ ક્લાસ સિક્યુરિટી અને માલવેર પ્રોટેક્શન પણ મળશે.

જાણો JioPhone Next ના સ્પેસિફિકેશન અને કિંમત શું હશે?

જાણીતા ડેટા એન્જિનિયર અને પ્રોડક્ટ રિવ્યૂ ટીપ્સ્ટર અનુસાર JioPhone Next ની કિંમત 3,499 રૂપિયા આસપાસ હશે. તેણે JioPhone Next ના સ્પેસિફિકેશન પણ શેર કર્યા છે. તેમના મતે ફોનમાં 5.5-ઇંચની HD ડિસ્પ્લે, 13-મેગાપિક્સલનો rear કેમેરો અને 2500mAh ની બેટરી મળશે.

ચાઇનીઝ અને કોરિયન કંપનીને સ્પર્ધા મળશે

ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીઓ હાલમાં દેશના સ્માર્ટફોન માર્કેટમાં 75 ટકા પ્રભુત્વ ધરાવે છે. ખાસ કરીને, Xiaomi, Vivo, Oppo, Realme, OnePlus, Gionee જેવી ચીની કંપનીઓના ફોન સૌથી વધુ વેચાય છે. આ પછી દક્ષિણ કોરિયાની કંપની સેમસંગનો નંબર આવે છે. આવી સ્થિતિમાં JioPhone Next ના આગમનથી અન્ય કંપનીઓના 4G અને 5G માર્કેટ પર ખરાબ અસર પડી શકે છે. JioPhone ની જેમ કંપની JioPhone Next સાથે પણ આકર્ષક ડેટા ઓફર કરી શકે છે. જે ગ્રાહકોને આકર્ષી શકે છે.

મુકેશ અંબાણીએ AGM માં કરી હતી જાહેરાત

જૂનમાં યોજાયેલી 44 મી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમમાં જિયો ફોન નેક્સ્ટની જાહેરાત કરવામાં આવી હતી. રિલાયન્સ જિયો અને ગૂગલની ભાગીદારીમાં બનેલા આ 4 જી સ્માર્ટફોનને ખૂબ જ સસ્તું ફોન ગણાવવામાં આવી રહ્યો છે. કંપનીએ હજુ સુધી Jio Phone Next ની કિંમત અને સ્પેસિફિકેશન સત્તાવાર જાહેર કર્યા નથી. પરંતુ ઘણી વખત ફોન વિશેની માહિતી લીકમાં સામે આવી છે. જિયો ફોન નેક્સ્ટમાં ગૂગલ પ્લે સ્ટોર, વોઇસ આસિસ્ટન્ટ અને લેંગ્વેજ ટ્રાન્સલેશન જેવી સુવિધાઓ આપવામાં આવશે.

જાણો ફોનની શું હશે ખાસિયત

Jio Phone Next Android 11 Go Edition સાથે આવશે.

ફોનમાં 5.5 ઇંચની HD ડિસ્પ્લે, QM215 પ્રોસેસર હોઈ શકે છે.

હેન્ડસેટમાં 2 અથવા 3 જીબી રેમ અને 16 અને 32 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપી શકાય છે.

જિયો ફોન નેક્સ્ટમાં સેલ્ફી અને વીડિયો કોલ માટે 13 મેગાપિક્સલ રિયર અને 8 મેગાપિક્સલ ફ્રન્ટ સેન્સર હોઈ શકે છે.

ફોનને પાવર આપવા માટે 2500mAh ની બેટરી આપવામાં આવે તેવી અપેક્ષા છે.

જિયો ફોન નેક્સ્ટમાં ડ્યુઅલ-સિમ સપોર્ટ, બ્લૂટૂથ 4.2, જીપીએસ કનેક્ટિવિટી અને 1089 પિક્સલ વિડિયો રેકોર્ડિંગ ક્ષમતા જેવી સુવિધાઓ હોવાની અપેક્ષા છે.

DuoGo અને ગૂગલ કેમેરા ગો હેન્ડસેટમાં પ્રી-ઇન્સ્ટોલ થઈ શકે છે.

Author : Gujaratenews