બારેમાસ મળતા ચીકુ તમારા સ્વાસ્થ્ય માટે છે ખૂબ ફાયદાકારક, જાણો તેના ગુણ અને ફાયદાઓ

10-Sep-2021

બારેમાસ મળતા ચીકુ તમારા સ્વાસ્થ્ય માટે છે ખૂબ ફાયદાકારક.ચીકુ (Sapodilla) એક એવું ફળ છે, જે તમને બારેમાસ બજારમાં મળી જાય છે અને તે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે પણ શું તમે ચીકુના અન્ય ફાયદાઓ વિશે જાણો છો? ચીકુના ફળમાં 71 ટકા પાણી, 1.5 ટકા ફેટ અને લગભગ 25 ટકા જેવું કાર્બ્રોહાઈડ્રેટ હોય છે. વળી તેમાં સારી માત્રામાં વિટામિન એ અને વિટામિન સી પણ હોય છે. સાથે જ તેમાંથી 14 ટકા શર્કરા પણ મળે છે અને તેમાં ફોસ્ફરસ અને લોહત્વ પણ સારી માત્રામાં હોય છે.

ચીકુના ફાયદાઓ-

1. ચીકુમાં ટેનિન સારી માત્રામાં હોય છે, જેના કારણે તે એક એન્ટી ઈન્ફ્લેમેન્ટરી એજન્ટ છે. બીજા શબ્દોમાં જણાવીએ તો તે તમને કબજિયાત, ઝાડા અને એનિમિયા જેવી બિમારીઓથી બચાવે છે. સાથે જ આંતરડાને પણ મજબૂત કરે છે.

2. ચીકુમાં વિટામીન A અને C સારી માત્રામાં હોય છે. વળી તેમાં એન્ટીઓક્સિડન્ટ, ફાઈબર અને અન્ય પોષક તત્વો પણ હોય છે. જેનાથી તમે કેન્સરથી પણ બચી શકો છો. વળી વિટામિન A ફેફસાં અને મોઢાના કેન્સરથી પણ તમને બચાવે છે.

3. ચીકુમાં કેલ્શિયમ ફોસ્ફોરસ અને આર્યન અતિરિક્ત માત્રામાં હોય છે. જે તમારા હાડકાને અંદરથી મજૂબત કરે છે. હાડકા વધવાની બિમારી માટે પણ ચીકુના ઉપયોગ લાભકારી છે.

4. 100 ગ્રામ ચીકુમાં 5.6 ટકા ફાઈબર હોય છે. એટલે કે તેમાં સારા પ્રમાણમાં લૈક્સટિવ છે. જેનાથી કબજિયાતમાં રાહત મળે છે.

5. કાર્બોહાઈડ્રેટ અને આવશ્યક પોષક તત્વોની સારી માત્રા ચીકુમાં છે. જેનાથી સ્તનપાન કરાવતી અને ગર્ભવતી મહિલાઓને સૌથી વધુ ફાયદો પહોંચે છે. વળી ગર્ભાવસ્થા દરમિયાન આવતી કમજોરી અને ચક્કરની સમસ્યાને પણ આ દૂર કરે છે.

6. ચીકુના બીજને પીસીને ખાવાથી કિડનીની પથરી પેશાબ મારફતે નીકળવામાં મદદ મળે છે. વળી તે કિડનીના રોગ માટે પણ લાભકારી છે.

7. ચીકુ વજન ઓછું કરવા માટે પણ લાભકારી છે. તેમાં ગેસ્ટ્રિક એન્જાન હોય છે જે પાચન તંત્રને મજબૂત કરી તમને મોટાપાથી બચાવે છે.

 

 

Author : Gujaratenews