નવી દિલ્હી | દેશમાં એક બાદ એક વંદે ભારત એક્સપ્રેસનું લોકાર્પણ કરવામાં આવ્યુ રહ્યું છે.રેલવે મંત્રી દ્વારા ફોટા ટ્વિટર પર શેર કરવામાં આવ્યા.
રેલવે મંત્રી દ્વારા ફોટા ટ્વિટર પર શેર કરવામાં આવ્યા
વંદેભારત ટ્રેન શરૂ થઈ ત્યારથી લઈને અત્યારસુધી આ ટ્રેનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. લોકો દ્વારા આપવામાં આવતા ફીડ બેકને ધ્યાને રાખીને ટ્રેનમાં ફેરફાર કરવામાં આવતા હોય છે. ત્યારે હવે વધુ એક ફેરફાર કરવામાં આવ્યો છે. વંદે ભારત ટ્રેન ભગવા રંગમાં જોવા મળશે. રેલવે મંત્રી અશ્વીની વૈષ્ણવ દ્વારા ભગવા કલરની ટ્રેનના ફોટા . ટ્વિટર પર શેર કરવામાં આવ્યા છે. ભગવા કલરની વંદેભારત ટ્રેન હજુ સુધી ચાલુ થઈ નથી પરંતુ અત્યારે ચેન્નાઈના ઈંટીગ્રલ કોચ ફેક્ટરીમાં આ ભગવા રંગની ટ્રેનોને રાખવામાં આવી છે. અહીં વંદેભારત ટ્રેનને બનાવવામાં આવે છે. રેલવે અધિકારીઓએ જણાવ્યુ હતું કે, વંદે ભારત એક્સપ્રેસના કુલ ૨૫ રેક નિધારિત માર્ગો પર દોડી રહ્યા છે અને જ્યારે બે રેકને રિઝર્વ રાખવામાં આવ્યા છે. ૨૮માં રેકમાં પરિક્ષણના ભાગરૂપે ટ્રેનનો રંગ બદલવામાં આવ્યો છે.આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશના બે મોટા શહેરોને એક બીજા સાથે જોડવા માટે અને મુસાફરો ટૂંક સમયમાં પોતાના મુકામે પહોંચી જાય છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025