વિન્ટર ટુરીઝમ! પ્રવાસ બુકીંગ 50 ટકા વધ્યા

10-Jul-2023

ફોટો: જોગ ફોલ, કર્ણાટક

અમદાવાદ:ગુજરાત સહીત દેશના મોટાભાગનાં ક્ષેત્રોમાં ચોમાસાનો વરસાદ થઈ જવાને પગલે સર્વત્ર હરીયાળી છવાઈ ગઈ છે. વાતાવરણ આહલાદક બન્યુ છે ત્યારે પ્રવાસના શોખીન ગુજરાતીઓએ હરવા- ફરવાના પ્લાન વધારી દીધા છે.વિન્ટર ટુરીઝમમાં પ્રવાસ બુકીંગ 50 ટકા વધ્યા છે 

ઉનાળુ વેકેશન કે દિલ્હીની રજાઓમાં ભીડભાડથી બચવા પ્રવાસ ટાળવા લોકો જુલાઈથી સપ્ટેમ્બરનો પ્રવાસ પસંદ કરે છે અને આ વખતે આવા પ્રવાસીઓની સંખ્યામાં 35 ટકાનો વધારો થયો છે.

ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઈન્ડીયાના ગુજરાત સેન્ટરનાં રીપોર્ટ પ્રમાણે વેકેશનમાં પ્રવાસીઓનો ઘસારો હોય છે. સીઝનને ભીડભાડને બદલે ચોમાસામાં આરામદાયક પ્રવાસ કરતો મોટો વર્ગ છે. અને તેની સંખ્યા ઘટી વધી રહી છે. છે. અત્યાર સુધી નજીકનાં પર્યટનસ્થળો તરફનો જ ફ્રેંડ રહેતો હતો.પરંતુ હવે લોકો દુરના પ્રવાસન સ્થાનોએ પણ જવા લાગ્યા છે.

વિદેશ પ્રવાસમાં પાકિસ્તાન,વિયેતનામ, દુબઈ, બાલી તથા મલેશીયન ફેવરીટ છે. જયારે ભારતમાં જ ગોવા, મહાબળેશ્વર, ઉદયપુર, કુંબલગઢ, માઉન્ટ આબુ, દહેરાદુન, ઋષિકેશ તરફ આકર્ષણ છે. યુવા વર્ગમાં પણ પશ્ચિમી ઘાટના વધી ગયો છે. ટ્રેકીંગ પ્રવાસનો પણ ફ્રેંડ વધી રહ્યો

ઉદયપુરના હોટલ સંચાલકોના કહેવા પ્રમાણે ચોમાસામાં પણ ખાસ કરીને વૈભવી હોટેલોમાં પ્રવાસીઓનો ટ્રાફીક જળવાય છે. ગુજરાતીઓ વિક એન્ડ માણવા આવે છે. મેક માય ટ્રીપના સીઈઓ રાજેશભાઈના કહેવા પ્રમાણે ચોમાસા દરમ્યાન કુદરતી સૌદર્ય નિહાળતા તથા સંસ્કૃતિ માણવાની સાથોસાથ સાહસીક-એડવેન્ચર પ્રવાસનો ટ્રેન્ડ, ગોવા પ્રવાસનો ટ્રેડ વધી રહ્યો છે. ગોવા પ્રવાસીઓ માટે કાયમી ધોરણે ફેવરીટ છે.આ સિવાય કેરળ, તામીલનાડુ, કર્ણાટક,કાશ્મીર તથા રાજસ્થાન તરફ પણ પ્રવાસીઓનો ગ્રેંડ છે. ધાર્મિક પ્રવાસોમાં વારાણસી, તિરૂપતી, રામેશ્વરમ, દ્વારકા અને મદુરાઈ મોખરે છે

Author : Gujaratenews