પંડિત શિવકુમાર શર્મા : સંતુર વાદક પંડિત શિવકુમાર શર્માનું 84 વર્ષની વયે નિધન. હાર્ટ અટેકના કારણે શિવકુમાર શર્માનું નિધન.
ભારતીય સંગીતકાર અને સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું (Pandit Shivkumar Sharma) મુંબઈમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. તેઓ 84 વર્ષના હતા. તેઓ છેલ્લા છ મહિનાથી કિડની સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા અને ડાયાલિસિસ પર હતા.
પંડિત શિવકુમાર શર્માનો જન્મ જમ્મુમાં થયો હતો. તેમણે 13 વર્ષની ઉંમરથી જ સંતૂર શીખવાનું શરૂ કર્યુ હતુ. તેમનું પહેલું પરફોર્મન્સ વર્ષ 1955માં મુંબઇમાં થયું હતુ.
Author : Gujaratenews



14-Dec-2025