સુરતના રીયલ એસ્ટેટમાં 32 કરોડની છેતરપીંડીની ફરિયાદ, ગુડ્ડુ પોદ્દાર સહિત છ સામે ગુનો દાખલ

10-Mar-2023

મોટા વરાછાના બિલ્ડરને આપઘાતની કોશિશને રસ્તે દોરી જનાર વેસુના ગુડ્ડુ પોદ્દાર અને તેની ટોળકીના પાંચ સાગરિતો વિરૂદ્ધ મોટા વરાછાના વધુ એક બિલ્ડરે ૩૨.૬૧ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે.

વધુ એક બિલ્ડર પ્રકાશ લીંબાસીયાની ૩૨.૬૧ કરોડની છેતરપિંડીની ફરિયાદ

બિલ્ડરના ત્રણ પ્રોજેક્ટમાં સંખ્યાબંધ ફ્લેટ, દુકાનોની ડાયરી બનાવી બારોબાર વેચી નાણાં ગજવે ઘાલી છેતરપિંડી કર્યાનું બહાર આવતાં ક્રાઇમ બ્રાન્ચે ગુડ્ડ પોદ્દાર અને સાગરિતો વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચે પ્રથમ નોંધાયેલા ગુનાની તપાસના ભાગરૂપે જયંતી ઇકલેરા, જીજ્ઞેશ સખીયાની પરવટ પાટિયા અને વેસુની ઓફિસ તથા ગુડ્ડ પોદ્દારના વેસુ સ્થિત બે ઘરોમાં રેઇડ કરી હતી. રેઇડ સાથે જ આ તમામ ગુનેગારો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

શહેરનું મોટું માથું ગણાતા જયંતિ ઇ કલેરા, ગુજ્જુ પોદ્દાર, ધીરુ હીરપરા, પરેશ વાડોદરિયા, રજનીકાબરિયા અને જિજ્ઞેશ સખિયા ધરપકડથી બચવા ભાગતા ફરી રહ્યા છે. આ છ શખ્સોની પઠાણી ઉઘરાણીથી મોટા વરાછાના બિલ્ડર અશ્વિન ચોટિયા એટલી હદે નાસીપાસ થઇ ગયો હતો કે અમદાવાદ જઇ તેણે વિષપાન કરવાની ફરજ પડી હતી. આ બિલ્ડરના આપઘાતની કોશિશ સાથે જ સુરત બિલ્ડર જગતમાં ભારે હલચલ મચી ગઇ હતી. અમદાવાદ

- પોલીસે આ બિલ્ડરની ફરિયાદને આધારે ઝીરો નંબરથી ગુનો નોંધી સુરત પોલીસને ટ્રાન્સફર કરી હતી.

મામલો ગંભીર હોવાની સાથે આરોપીઓમાં મોટા માથાઓ હોઇ પોલીસ કમિશનર અજય તોમરે આખી તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવાની સાથે જ સીટની રચના કરી હતી. ડી.સી. 1 પી. રૂપલ સોલંકીની આગેવાનીમાં 1 બનેલી સીટની ટીમે આજે મુખ્ય આરોપી ગણાતા જયંતિ ઇંકલેરાની પરવટ પાટિયા અમેઝિયા વોટર પાર્ક । પાસે આવેલી ઓફિસમાં રેઇડ કરી હતી. ઓફિસમાં કલાકો સુધી પોલીસનું સર્ચ ચાલ્યું હતું. ગુજ્જુ પોદ્દારના વેસુ । સ્થિત બે ઘરોમાં પણ ક્રાઇમ બ્રાન્ચની 1 ટીમે સર્ચ કરવા પહોંચી હતી. વેસુમાં । તેના ઘરે ગુડ્ડ નહિ મળી આવતાં વેસુમાં ॥ જ રહેતી તેની માતાના ઘરે પણ પોલીસે - સર્ચ કર્યું હતું.

આ ફરિયાદના ધમધમાટ વચ્ચે મોટા વરાછામાં એમ્પોરિયમ ગેલેક્ષી, 1 ડીંડોલી પ્રગિત અને પાન ડેવલોપર્સના । નામે ડીંડોલી-ખરવાસા રોડ ઉપર ઉત્સવ અને આંગન રેસીડેન્સીના નામે પ્રોજેક્ટ શરૂ કરનાર પ્રકાશ લીંબાસીયા પાસે અંજની ઉર્ફે ગુડ્ડ પ્રદિપ પોદ્દાર (રહે, હોરીઝોન રેસી, વેસુ), મોટા વરાછામાં એપલ લક્ઝરીના ડેવલોપર પિતા-પુત્ર ધીરૂ મનજી હીરપરા, શ્રેયસ ધીરૂ હીરપરા, દલાલ રજની બાલુ કાબરીયા અને ભટારનો ગૌરવ ભોલારામ સલુજા તથા મધુસુદન સત્યનારાયણ દરક (રહે, રીટ્રીટ હાઇટ્સ, વેસુ)સાથે આવ્યા હતા. આ તમામે આ ત્રણેય પ્રોજેક્ટમાં દુકાન, મકાન અને ફ્લેટની ૪૨.૧૨ કરોડની ડાયરીઓ બનાવી હતી. આ ડાયરીઓના આધારે બારોબાર અલગ અલગ માથાભારે વ્યક્તિઓને વેચી દઇ માત્ર ૯.૫૦ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. બાકીના ૩૨.૬૧ કરોડ પોતે જ ગજવે ઘાલ્યા હતા. બીજી તરફ આ ડાયરીઓ જેમને આપવામાં આવી હતી તેઓ દ્વારા ફ્લેટ્સ/દુકાનો નામે કરવા માટે દબાણ કરવામાં આવતાં આ બિલ્ડર છેલ્લાં ત્રણ વર્ષથી હેરાન થઇ ગયા હતા. મોટા વરાછાના એક બિલ્ડરે કરેલાં આપઘાતના પ્રયત્ન બાદ આ બિલ્ડર પણ ગુરૂવારે ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચ્યો હતો અને ગુડુ પોદ્દાર અને તેની ગેંગ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

ક્રાઇમ બ્રાંચમાં આ 6 સામે ગુનો

અંજની ઉર્ફે ગુડ્ડ પ્રદીપ પોદ્દાર (રહે,હોરીઝોન, વેસુ),

ભાગીદાર મધુસુદન દરક (રહે,રીટ્રીટ હાઇટ્સ, વેસુ)

ભાગીદાર ગૌરવ સલુજા (રહે, મધુરીકા,ભટાર)

બિલ્ડર ધીરૂ મનજી હીરપરા

પુત્ર શ્રેયસ ધીરૂ હીરપરા (બંને રહે,બાપા સીતારામ સોસા, સરથાણા જકાતનાકા)

દલાલ રજની બાલુ કાબરીયા (રહે, ભગુનગર,લંબે હનુમાન રોડ)

Author : Gujaratenews