આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન ઉપક્રમે સરદારધામ અમદાવાદ ખાતે સરદારધામ યુવા તેજસ્વિની સંગઠન દ્વારા "શક્તિ-વંદના" એવમ્ મોટીવેશનલ પ્રોગ્રામ

10-Mar-2022

આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન ઉપક્રમે સરદારધામ અમદાવાદ ખાતે સરદારધામ યુવા તેજસ્વિની સંગઠન દ્વારા "શક્તિ-વંદના" એવમ્ મોટીવેશનલ પ્રોગ્રામ યોજાયો હતો જેમાં વક્તા નેહલબેન ગઢવીએ મહિલાઓને સાચી દિશાનિર્દેશ કરતું પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું હતું. સરદારધામ અમદાવાદ દ્વારા આ કાર્યક્રમનું સમગ્ર ગુજરાતમાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

સુરત ખાતે સરદારધામ યુવા તેજસ્વિની સંગઠન મંત્રી વૈશાલીબેન સોરઠિયાની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બહેનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ લાઈવ કાર્યક્રમને માણ્યો હતો. આ પ્રસંગે જયશ્રીબહેન ભાલાળા. દર્શિનીબહેન કોઠીયા તેમજ ભાજપ સુરત શહેર મહિલા પ્રમુખ શીલાબહેન તારપરા જેવા મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શૈક્ષણિક સામાજિક, રાજકીય એવમ મીડિયા ક્ષેત્રે જેમણે સિદ્ધિ હાંસલ કરી છે તેવા મહિલા અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું.

મહિલાઓમાં હુન્નર અને કાબિલિયત રહેલ છે અને તે પણ એક સારી ગૃહિણી સાથે એક સારી બિઝનેસ વુમન બનીને પોતે પગભર થઈ શકે છે. આ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથેસાથે આ કાર્યક્રમમાં બહેનોમાં રહેલી કલાને ઉજાગર કરી પ્રોત્સાહન આપવા માટે બહેનોએ મહેંદી મૂકાવીને આ વિશ્વ મહિલા દિનની શોભા વધારી હતી. વિશ્વ મહિલા દિવસે સુરત ખાતે કાર્યક્રમમાં આવેલ બેહનોને 181 Abhiyam Team Gujarat Government ના સ્ટાફ દ્વારા હેલ્પલાઈન એપ્લિકેશન Download કરાવી મહિલા સુરક્ષાની માહિતી અપાઈ હતી.

Author : Gujaratenews