સુરતમાં વિજયોત્સવ: 4 રાજ્યોની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળતાં સુરત ભાજપમાં કાર્યકરોની ફટાકડા ફોડી આતશબાજી

10-Mar-2022

સુરત: 4 રાજ્યોની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળતાં સુરત ભાજપમાં કાર્યકરો ફટાકડા ફોડી આતશબાજી કરી હતી. ઉત્તરપ્રદેશમાં ભાજપની જીતને પગલે દેશભરમાં જશ્નનો માહોલ છે. ત્યારે પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય જનકભાઇ બગદાણાવાળાના સુરતના ત્રિકમનગર સ્થિત કાર્યાલય પર મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી દેશભરમાં થયેલી ભાજપની જીતના વધામણા કર્યા હતા.આજરોજ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના આવેલ પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શન અને ખાસ સમગ્ર દેશની જેના પર નજર હતી એવા ઉત્તરપ્રદેશના ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીની થયેલ ભવ્યજીત બદલ આજે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને ઉ.પ્ર. ચૂંટણી પ્રચારમાં પ્રવાસી પ્રમુખ તરીકે સતત ૩ મહીના સુધી પ્રચારની જવાબદારી સંભાળેલી એવા જનકભાઇ બગદાણાવાળાના સુરત ખાતેના લોકસંપર્ક કાર્યાલય ખાતે કાર્યકરો સાથે ભવ્યવિજયની ઉજવણી કરવામાં આવી હતી.

Author : Gujaratenews