નવી ગાઈડલાઈન જાહેરઃ રાત્રી કર્ફ્યુ માત્ર આઠ મહાનગરમાં રાત્રે 12 વાગ્યાથી સવારના 5 સુધી રહેશે

10-Feb-2022

રાજ્યનામાં કોરોનાના ઘટના કેસને પગલે સરકારની નવી ગાઈડલાઈન (guideline) લાગુ કરાઈ છે. જે મુજબ રાત્રી કર્ફ્યુ (Night curfew) માત્ર આઠ મહાનગરમાં રાત્રે 12 વાગ્યાથી સવારના 5 સુધી રહેશે. હોટેલ-રેસ્ટેરન્ટ (Hotel Restaurant) 75 ટકા ક્ષમતા સાથે રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. હોટેલ રેસ્ટોરાંમાંથી હોમ ડિલિવરી સેવાઓ 24X7 ચાલુ રાખી શકાશે. મહાનગરોમાં દુકાનો, વાણિજ્યીક સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, આઠવાડિક ગુજરી બજાર, હાટ, હેર કટિંગ સલૂન, સ્પા અને બ્યૂટી પાર્લર તથા અન્ય વ્યાપારી સંસ્થાનો રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લાં રહી શકશે.

 

રાજ્યભરમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક કે ધાર્મિક કાર્યક્રમો જેવા સમારંભોમાં તેમજ ધાર્મિક સ્થળો પર ખુલ્લામાં મહત્ત્મ 150 લોકો અને બંધ સ્થળો પર ક્ષમતાના 50 ટકા લોકો જ એકઠા થઈ શકશે. લગ્ન પ્રસંગમાં ખુલ્લામાં 300 અને બંધ સ્થળો પર ક્ષમતાના 50 ટકા અને મહત્ત્તમ 150 વ્યક્તિની મર્યાદામાં એકત્રીત થઈ શકશે. અંતિમ ક્રિયામાં 100 લોકોને મંજૂરી અપાઈ છે.

Author : Gujaratenews