પ્રાંતિજ તાલુકાના સોનાસણ રામપુરા મધ્યે લાખોના ખર્ચે બનેલા માતા વહાણવટીના મંદિર મૂર્તિઓ ના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના આયોજન માટે આગેવાનો ધર્મબેઠક

10-Jan-2022

 

 

 અરવલ્લી: 

પ્રાંતિજ તાલુકાના સોનાસણ રામપુરા મધ્યે લાખો ના ખર્ચે બનેલા માતા વહાણવટી ના મંદિર મૂર્તિઓ ના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ના આયોજન માટે આગેવાનો દાતાઓ મહેમાનો નું વ્યવસ્થા માટે શોશ્યલ ડિસ્ટન્સ સાથે ધર્મબેઠક મળી. આ ધાર્મિક બેઠકમાં પૂ.હરીચરદાસ મહારાજ સહિતના મહેમાનો દ્વારા ખીજડાવાળા માતા સિકોતર ના ઐતિહાસિક ઝાંખી કરાવી ધર્મના સંદેશા આપ્યા હતા.માતાજીના ત્રિદિવસીય ધાર્મિકોત્સવ ના આયોજન માટે આયોજન બધ્ધ સૂચનો ટીમના બનાવી વિવિધ સેવાકીય સમિતિઓની રચના વ્યવસ્થા આરોગ્ય સુખાકારી ના પગલાં સંપૂર્ણ સ્વચ્છતા તેમજ માસ્ક સેનીટાઈઝેશન સેવા અને વિવિધ સેવાઓની ચર્ચા કરવામાં આવી હતી.. મહેન્દ્રભાઈ પટેલ અને મનીષભાઈ પ્રજાપતિ એ સંપૂર્ણ કાર્યક્રમ નું સંચાલન કર્યુ હતું..

Author : Gujaratenews