સુરતના રાંદેર ગામતળમાં આવેલ ચબુરા મસ્જિદ પાસે એક બે માળનું મકાન પડ્યું છે. 100 વર્ષ જુનું મકાન હોવાનું સ્થાનિકોએ જણાવ્યુ હતું.
સુરતમાં તાઉતે વાવાઝોડા વચ્ચે અનેક મિલ્કતોને પણ નુકશાન થયુ હતું. તો આવનાર સમયમાં ચોમાસાની ઋતુ આવી રહી હોય જેને લઈ સુરત મનપા દ્વારા પણ પ્રિ મોન્સુન કામગીરી શરૂ કરાઈ રહી છે. અને જર્જરિત મકાનો ઉતારી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે જો કે તે પહેલા જ રાંદેર ગામ તળમાં એક મકાન તુટી પડ્યુ હતું. જેમાં રાંદેર ચબુરા મસ્જિદ પાસે આવેલ આશરે 100 વર્ષ જૂનુ બે માળનું મકાન તુટી પડ્યુ હતું.
જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. તો બનાવને લઈ ફાયરને જાણ કરાતા ફાયર કર્મચારીઓ સ્થળ નિરીક્ષણ કર્યા બાદ જતા રહ્યા હતાં. તો સ્થાનિકોએ ડર સાથે જણાવ્યુ હતું કે રાંદેર ટાઉન લાઈન દોરીમાં આવેલુ હોવા છતા લાઈન દોરીનો અમલ ન કરાતા આવા જર્જરીત મકાનો પડવાની ઘટનાઓ બની રહી છે. અને હાલમાં રાંદેર વિસ્તારમાં 200 જેટલા જર્જરિત મકાનો છે.
રાંદેર ટાઉન વિસ્તારમાં અનેક વર્ષો જુના જર્જરિત મકાનો હોય જેને લઈ તાત્કાલિક મનપા દ્વારા સર્વે કરી આવા જર્જરીત મકાનો ઉતારી પાડવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ કરી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025