છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 100 તાલુકામાં વરસાદ, અમદાવાદના ધોળકામાં સૌથી વધુ દોઢ ઈંચ ખાબક્યો

17-May-2021

તાઉ-તે વાવાઝોડાના પગલે ગુજરાતભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 21 જિલ્લાના 100 તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ દોઢ ઈંચ જેટલો વરસાદ અમદાવાદના ધોળકામાં પડ્યો છે. આ સાથે અન્ય 5 તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે.
તાઉ-તે વાવાઝોડાના પગલે દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાની અસર ને પરિણામે રાજયમા વરસાદી માહૌલનું વાતાવરણ સર્જાયું છે. રાજયમાં છેલ્લા 24 કલાક સુધીમાં 21 જિલ્લાના 84 તાલુકાઓમાં સામાન્યથી હળવો વરસાદ નોંધાયો છે. તે પૈકી 6 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વાવાઝોડાથી થયેલ નુકસાન ને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે 240 વન વિભાગની 242 માર્ગ અને મકાન વિભાગની ટીમો તૈનાત કરી દેવાઈ છે. જે રસ્તાઓ સહિત અન્ય ઝાડ પડવાથી બ્લોક થયેલા રસ્તાઓને પૂર્વવત કરવાની કામગીરી કરી રહી છે.

Author : Gujaratenews