આજે વિશ્વ ચા દિવસ : અમદાવાદમાં આસામી ચા એક કિલોના 39000 રૂપિયે વેચાય છે

21-May-2021

તસવીરમાં દુનિયાની સૌથી મોંઘી ચા ચાઇનાના વુઇસોન વિસ્તારમાં જોવા મળે છે જેનુ નામ છે 'દા હોન્ગ પાઓ' આ ચાની કિંમત 8 કરોડ રૂપિયા.

21 મે એટલે ઇન્ટરનેશનલ ટી ડે. અમદાવાદી રસીયાઓ માટે તો ચા જ તેમની ચ્હા છે. ભારત દેશમાં પાણી પછી બીજા નંબર પીવાતું પીણું ચા છે એટલે તે ખાસ તો હોવાની જ. ભલે કોફી,કોક, શોટ્સ ઘણું પીણાના ટ્રેન્ડ લિસ્ટમાં ઉભેરાતું જતું પરંતુ ચાનું પ્રથમ સ્થાન હજુ સુધી કોઇ જુટવી શક્યું નથી. જેની સવાર જ 'કડક મીઠી અને કટીંગ'થી પડતી હોય તેવા અમદાવાદી રસીયાઓ રોજના ચા પાછળ સરેરાશ 75 થી 95 રૂપિયાનો ખર્ચ કરે છે. ટપરી પર કટિંગમાંથી પણ અડધી કરેલી ચાને આગ્રહ કરીને મિત્રને પીવડાવવાનો ટ્રેન્ડ હજુ આજે પણ એકદમ ફ્રેશ છે.

વિશ્વમાં વિવિધ પ્રકારની 20000થી પણ વધુ ચા મળે છે

અમદાવાદમાં 35 થી વધુ ચાની વેરાયટી

કોરોનામાં લોકોએ હર્બલટી, કાવો, બ્લેક ટી અને ગ્રીન ટી પીવાની પ્રિફર કરી

આગામી સમયમાં વ્હાઇટ ટી, યેલો ટી, બટર્ડ યાક્સ મિલ્ક ટી, બબલ ટી અને બ્લુમિંગ ફ્લેવર્ડ ટીની બોલબાલા વધશે .યંગસ્ટર્સમાં ઇલાયચી, ચોકલેટી, જીંજર, પાન, રોઝ અને રેગ્યુલર મસાલા ફ્લેવર ટી ઓલ ટાઇમ ફેવરીટ છે જ્યારે ગુલાબી કશ્મીરી ચા, કુલ્લડ ચા અને તંદુરી ચાનો ટ્રેન્ડ ચાલી ચાલી રહ્યો છે. સમર સિઝનમાં કોલ્ડ બુ્ર ટી હોટ ફેવરીટ

અમદાવાદમાં મલ્ટીપલ ફ્લેવર ટીનો એક ચાનો કપ 1200 રૂપિયાનો વહેચાય છે

અમદાવાદમાં ચાના ટેસ્ટ, વેરાયટી અને ભાવ ત્રણેયમાં મોટા ફેરફારો જોવા મળે છે. આજે ચાની કિટલીએ પાંચ રૂપિયાની કટિંગ ચાના કપથી લઇને મલ્ટીપલ ફ્લેવર ટીનો એક કપ આશ્ચર્ય પમાડે તેવી અધધધ કિંમત 1200 રૂપિયે પણ વહેચાય છે. આ સમર સિઝનમાં ચાના રસીયાઓમાં આઇસ ટી ખુબ ચલણમાં છે જેમાં લેમન, જિંજર એન્ડ લાઇમ, કોકમ પુદિના, બ્લુબેરી રોઝ મિન્ટ અને પિચ ફ્લેવર ટ્રાય કરી રહ્યા છે જેનો એક કપ 60 રૂપિયાથી લઇને 600 રૂપિયા સુધીનો હોય છે. આ ઉપરાંત ચા પેકિંગમાં ચાની કિંમત એક હજાર રૂપિયે 100 ગ્રામથી લઇને શહેરમાં આસામી ચા 39000 રૂપિયે કિલો વહેચાય છે.

 'દા હોન્ગ પાઓ' ટી, રોલ્સ રોય્સ કરતા પણ મોંઘી તેના એક કિલો ચાની કિંમતમાં- અમદાવાદમાં 10 ફ્લેટ ખરીદાય

સૌથી રસપ્રદ વાત છે કે દુનિયાની સૌથી મોંઘી ચા ચાઇનાના વુઇસોન વિસ્તારમાં જોવા મળે છે જેનુ નામ છે 'દા હોન્ગ પાઓ' આ ચાની કિંમત 8 કરોડ રૂપિયા છે.દુનિયાની સૌથી મોંઘી ગાડી રોલ્સ રોય્સ કરતા આની કિંમત વધું છે. આ કિંમતમાં કદાચ અમદાવાદમાં 10 ફ્લેટ ખરીદી શકાય. આ ઉપરાંત વિશ્વની સૌથી મોંધી ચામાં ટાઇગુઆનાનાઇન ટીની કિંમત પણ 21 લાખ રૂપિયા છે.

 92 ટકા ટીલવર્સે કહ્યું, ફાઇવ સ્ટાર હોટેલની ચા ટેસ્ટ કરાય પણ સંતોષ તો ચાની કિટલીની કટીંગથી આવે

સમગ્ર દેશમાં અને ગુજરાતમાં પણ ચા પિનાર વર્ગ ખુબ મોટો છે એટલે તો ચાને રાષ્ટ્રીય પિણાનું પણ બિરુદ મળ્યું છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિની એવી માનસિકતા હોય છે કે મોંઘુ એટલું સારુ પરંતુ ચાના મામલે આ વાત ખોટી સાબિત થાય છે કારણકે શહેરના 92 ટકા ટી લવર્સે કહ્યું કે, તેમને કોઇ ફાઇવ સ્ટાર હોટેલ કે કેફેમાં નહી પરંતુ ચાની કિટલી પર ઉભા રહીને એક હાથમાં મસ્કાબન અને બીજા હાથથી ચાની ચુક્સીમાંજ આનંદ આવે છે.તેઓએ કહ્યું કે ફાઇવ સ્ટાર હોટેલની ચા નો ટેસ્ટ કરાય પણ સંતોષ તો ચાની કિટલીની કટીંગ ચામાં જ આવે છે.

 

Author : Gujaratenews