સ્માર્ટ સિટીના નવા આકર્ષણો: અમદાવાદીઓને મળશે ફૂટઓવર બ્રિજ, એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે 300 મિટરના આઈકોનિક બ્રિજનુ કામ પૂર્ણ

09-Dec-2021

અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવા માટે મેટ્રાથી લઈને બુલેટ ટ્રેન સુધીની કામગીરી ચાલી રહી છે.. તેવામાં હવે રિવરફ્રન્ટ પર અમદાવાદીઓને આકર્ષતું વધુ એક નવું નઝરાણું તૈયાર થઈ ચુક્યું છે. અને તે એટલે કે, ફૂટ ઓવરબ્રિજ.74 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે બ્રિજ 

દિવાળીના તહેવારની ઉજવણીની સાથે હવે નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. વેપારીઓએ ધંધા રોજગાર શરૂ કરી દીધાં છે. શહેરીજનો પણ કોરોનાનો કંટાળો દૂર કરવા બહાર ફરીને પરત ફરી રહ્યાં છે. ત્યારે શહેરને નવા વર્ષમાં નવા વિકાસ કામોની ભેટ મળવા જઈ રહી છે. જેમાં સાબરમતી નદી પરનો ફૂટ ઓવરબ્રિજ સૌના આકર્ષણનું કેન્દ્ર બનશે. કારણ કે, અહીં અમદાવાદીઓ વોકિંગ પીકનીકની સાથે-સાથે સાઈક્લિંગની મજા પણ માણી શકશે. એટલું જ નહીં આ બ્રિજનો નજારો જ એટલો આહલાદક હશે કે, સૌકોઈનું મન હરી લેશે.જાન્યુઆરી સુધીમાં તૈયાર થઈ શકે

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારને પશ્ચિમ સાથે જોડતા સાબરમતિ રિવરફ્રન્ટનો આ ફૂટ ઓવરબ્રિજ જાન્યુઆરી સુધીમાં તૈયાર થઈ શકે છે.. શહેરના એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે તૈયાર થયેલા 300 મિટરના આઈકોનિક બ્રિજના બાંધકામની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે બ્રિજના ફ્લોરિંગ, લાઈટિંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ બ્રિજ બનાવવા 2700 ટન સ્ટીલનો ઉપયોગ કરાયો છે.. અને 74 કરોડના ખર્ચે આ ફૂટ ઓવરબ્રિજ તૈયાર થશે. 

 

ચાર્જ ચૂકવવો પડશે

મહત્વનું છે કે, આગામી જાન્યુઆરીમાં આ બ્રિજ તૈયાર થઈ જશે. અને બ્રિજ ઉપરથી મન મોહી લેતો નજારો જોવા મળશે. જેના માટે મુલાકાતીઓએ ચાર્જ ચૂકવવો પડશે. ફૂટઓવર બ્રિજ પર આર્ટકલ્ચર ગેલરી ઊભી કરાશે. ફૂડ સેન્ટર એટલે કે ખાણી-પીણીના સ્ટોલ ઊભા કરાશે અને ફૂટઓવર બ્રિજના પશ્ચિમ તથા પૂર્વ છેડા પર મલ્ટીલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરાશે. એટલે કે, અહીં ફરવા આવતા લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળશે.

Author : Gujaratenews