ગાંધીનગરમાં માસુમ બાળકને તરછોડી દેવાની હચમચાવી દેતી ઘટના, GNEWSની મદદની અપીલ

09-Oct-2021

ગાંધીનગર (gandhiangar)ના પેથાપુરમાં હ્રદયને હચમચાવી દે તેવી ઘટના બની છે. ગાંધીનગરમાં માસૂમ બાળકને સ્વામિનારાયણ ગૌશાળા પાસે મૂકીને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો છે. માનવતાનું મોત થયું હોય તેવી આ સમગ્ર ઘટનાથી ચકચાર મચી ગઈ છે. એક શખ્સ માસૂમ બાળકને રસ્તે રઝળતું મૂકીને ફરાર થતો હોવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. રસ્તા પર રઝળતી હાલતમાં બાળક લોકોને મળી આવ્યું છે. જેથી હવે બાળકના માતા-પિતા કોણ છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. 

રઝળતા મળી આવેલા બાળકને હાલ સિવિલિ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે. જ્યાં પ્રાથમિક તારણમાં તો બાળક સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. જેથી બાળકને પિડ્યાટ્રિક વિભાગમાં રાખવામાં આવશે. પરંતુ સવાલ એ થાય છે કે આવા કળિયુગી માતા-પિતા કોણ છે. ફૂલ જેવા બાળકને રસ્તે રઝળતી હાલતમાં મૂકવા નિષ્ઠુર માતા-પિતાનો જીવ કેમ ચાલ્યો. અત્યાર સુધી પૂત્રની ઘેલછામાં બાળકીઓને ત્યજી દેવાની ઘટના બનતી હતી. પરંતુ હવે કળિયુગી માતા-પિતા બાળકોને પર રસ્તે રઝળતા કેમ છોડી રહ્યા છે. આખરે આ માસૂમનો શું વાંક છે. કેમ બાળકને રસ્તે રઝળતું મૂકવું પડ્યું. એવું તો શું થઈ ગયું કે રાતના અંધારમાં બાળકને આમ તરછોડવામાં આવ્યું. કોણ છે બાળકના માતા-પિતા. ક્યારે મળશે માસૂમને તેના માતા-પિતા. હાલ તો સમગ્ર ઘટનાને લઈ બાળકને મૂકી જનાર પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. તો પોલીસ પણ સીસીટીવીમાં દેખાતા શખ્સને શોધવા માટે કવાયત હાથ ધરી છે

Author : Gujaratenews