સચિને ગર્લફ્રેંડ સાથે મોજ તો કરી પરંતુ બાળક આવતા ઘરકંકાસ ચાલુ થયો અને પછી...

09-Oct-2021

ગાંધીનગર : પેથાપુરમાં હ્રદયને હચમચાવી દે તેવી ઘટના બની હતી. ગાંધીનગરમાં માસૂમ બાળકને સ્વામિનારાયણ ગૌશાળા પાસે મૂકીને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતી. માનવતાનું મોત થયું હોય તેવી આ સમગ્ર ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. એક શખ્સ માસૂમ બાળકને રસ્તે રઝળતું મૂકીને ફરાર થતો હોવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. રસ્તા પર રઝળતી હાલતમાં બાળક લોકોને મળી આવ્યું હતી. જેથી હવે બાળકના માતા-પિતા કોણ હતી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

જો કે મામલો એટલો હાઇપ્રોફાઇલ બની ગયો હતો કે, ગૃહમંત્રી પોતે દોડી આવ્યા હતા અને તત્કાલ પોલીસને આ બાળકના પિતાને શોધવા માટે અપીલ કરવામાં આવી હતી. પોલીસની મહેનત આખરે રંગ પણ લાવી હતી. તેનો પિતા સચિન દીક્ષિત હોવાનું સામે આવ્યું છે. તે સેક્ટર 26 માં રહેતો હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર SP મયુર ચાવડાએ આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે, પતિ-પત્નીના ઝગડામાં બાળકને તરછોડવામાં આવ્યું હોવાનું સામેં આવ્યું છે. ઘરકંકાસથી કંટાળીને આ આત્યાંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ટુંક જ સમયમાં ગૃહમંત્રી આ અંગે પત્રકાર પરિષદ આયોજીત કરી શકે છે. 

પ્રાથમિક રીતે સામે આવી રહેલી માહિતી અનુસાર સચિન દીક્ષિતને પોતાની પત્ની અનુસાર એક ગર્લફ્રેન્ડ પણ હતી. આ ગર્લફ્રેન્ડ થકી આ બાળક આવ્યું હતું. જ્યારે સચિનનું પોતાનું પણ એક 4 વર્ષનું બાળક છે. જ્યારે આ બાળક તેની ગર્લફ્રેન્ડ થકી છે. સચિનના બાળકનું નામ ધ્રુવ દીક્ષિત છે. જ્યારે આ બાળક તેની ગર્લફ્રેન્ડ થકી હોવાનું સામે આવી રહ્યું છે. ગર્લફ્રેંડ બાળકને રાખવા માટે તૈયાર નહી હોવાના કારણે તથા આ બાળકના કારણે ગર્લફ્રેંડ અને પત્ની સાથે ઘરકંકાસ થતો હોવાના કારણે આખરે સચિને આ રસ્તો અપનાવ્યો હતો. 

સચિનને પોતાની ગર્લફ્રેંડ સાથે બાળક મુદ્દે ઝગડો થતા તે બાળકને લઇને નિકળ્યો હતો. પેથાપુર ગૌશાળા પાસે બાળકને મુકીને ફરાર થઇ ગયો હતો. પોતાના ઘરે જઇને સીધો જ તે પત્નીને લઇને પોતાના સસુરાલ કોટા ખાતે ફરાર થઇ ગયો હતો. જો કે આ સમગ્ર ઘટનાક્રમથી તેની પત્ની અજાણ હતી. હાલ તો ગુજરાત પોલીસ દ્વારા પતિ પત્ની બંન્નેને ઝડપી લેવામાં આવ્યા છે. તમામને ગાંધીનગર લવાઇ રહ્યા છે. વિસ્તૃત તપાસ બાદ જ આ સમગ્ર મામલો સાચી રીતે ખુલશે. હાલ તો પોલીસ આ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે. 

સચિન નંદકુમાર દીક્ષિત નામનો આ વ્યક્તિ GJ 01 KL 7363 નંબરની ગાડી પર આવ્યો હતો અને બાળકને મુકીને ફરાર થઇ ગયો હતો. હાલમાં તે D-35, ગ્રીનસીટીની સામે સેક્ટર 26માં રહેતો હતો. પતિ પત્નીના ઝગડામાં તે પોતાના બાળકને મુકીને ફરાર થઇ ગયો હતો. આ સચિન દીક્ષિત વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મુળ મધ્યપ્રદેશનો છે અને તે પોતાના બાળકને મુકીને કોટા જતો રહ્યો હતો. જો કે પોલીસે તેની કોટાથી ધરપકડ કરી છે. હાલ કોટાથી લઇને આવી રહી છે. આશરે 7 વાગ્યે તંત્ર દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી શકે છે. 

 

Author : Gujaratenews