મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ -સુરત, મુસ્કાન કામધેનુ મહિલા મંડળ અને મુસ્કાન યંગસ્ટર ગ્રુપ દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બની સન્માન સાથે પોતાના નાના મોટા વ્યવસાયને યોગ્ય પ્લેટફોર્મ મળે એ હેતુથી તા. 4 અને 5 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર પટેલ ભવન, મિનિબજાર ખાતે બે દિવસીય બિઝનેસ એકઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એકઝીબિશનમાં કુલ 140 સ્ટોલ દ્વારા 20 લાખનો બિઝનેસ થયો હતો. આ એકઝીબિશનને સાંપડેલા પ્રતિસાદના પ્રતિ સ્વરૂપે આગામી એક્ઝીબિશનનું આયોજન તા. 16 અને 17 સપ્ટેમ્બરે સમસ્ત પાટીદાર સમાજ, આંબા તલાવડીની વાડી ખાતે કરવાનું નક્કી કરાયું છે. જેમાં વિકલાંગ અને વિધવા બહેનોને ફ્રીમાં સ્ટોલ અપાશે.
Author : Gujaratenews
25-Jun-2025