દેશના પહેલા CDSનું નિધન:જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન, પત્ની મધુલિકા સહિત 13ના મોત

08-Dec-2021

તમિલનાડુના કન્નૂરના જંગલમાં બુધવારે સેનાનું MI-17 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ દૂર્ઘટના પછી હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ હતી, જેમા દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેના પત્ની મધુલિકા સહિત 14 અધિકારીઓ સવાર હતા. જેમાં જનરલ બિપિન રાવતનું નિધન થઈ ગયું. જનરલ રાવત દેશના પહેલા ચીફ ઓફ ડિફેવન્સ સ્ટાફ એટલે કે CDS હતા. તમિલનાડુના કુન્નુરમાં બુધવારે બપોરે લગભગ 12 વાગ્યેને 20 મિનિટે તેમનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. જેમાં જનરલ રાવતના પત્ની મધુલિકા રાવત સહિત સેનાના 14 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં 13 લોકોના નિધન થયા છે. જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી સેનાના પ્રમુખ પદ રહ્યાં. તેમને 1 જાન્યુઆરી 2020ના રોજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જવાબદારી મળી છે.

બે મૃતદહ મળ્યા

ન્યૂઝ એજન્સી ANI મુજબ હેલિકોપ્ટર સુલૂર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું. તેમા 14 ટોચના અધકારીઓ સવાર હતા. ઘટનાસ્થળે ડોક્ટરોની ટીમ સાથે સેનાના અધિકારીઓ પણ પહોંચી ગયા છે. 2 મૃતદેહો મળી આવ્યા છે. જે 80% સળગી ગયા છે. તેની ઓળખ કરાઈ રહી છે. અમુક મૃતદેહો પહાડ પરથી નીચે દેખાઈ રહ્યા છે.

હેલિકોપ્ટમાં સવાર લોકોનું લિસ્ટ

1. જનરલ બિપિન રાવત 2. મધુલિકા રાવત 3. બ્રિગેડિયર એલએસ લિદ્દર 4. લે.ક.હરજિંદર સિંહ 5. નાયક ગુરુસેવક સિંહ 6. નાયક.જીતેન્દ્ર કુમાર 7. લાન્સ નાયક વિવેક કુમાર 8. લાન્સ નાયક બી.સાઈ તેજા 9. હવાલદાર સતપાલ

Author : Gujaratenews