સુરતમાં વાલક પાટીયા ખાતે બનનાર હોસ્ટેલનુ 15મીએ સીએમના હસ્તે ખાતમુહૂર્ત, મુંબઈથી વધુ એક દાતાનુ 21 લાખ દાન

08-Oct-2021

તસવીર: સુરતમાં યોજાયેલી મીટીંગ તથા નકુભાઈ જોધાણી 

સુરત: સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા સુરતમાં ૧૧૦ કરોડના ખર્ચે હોસ્ટેલ-1 નિર્માણ થવાનું છે. વરાછા કામરેજ રોડ ઉપર વાલક પાટીયા ખાતે હોસ્ટેલ નિર્માણ માટે આગામી ૧૫-૧૦-૨૦૨૧ તા. વિજયા દશમીના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે સૌરાષ્ટ્ર પટેલ સમાજ સુરત માટે ગૌરવ સમાન કહી શકાય એવા હોસ્ટેલ પ્રોજેક્ટની ખાતમૂહુર્ત વિધી થશે.સુરત શહેરમાં ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા પટેલ સમાજ માટે સુરતમાં આ પ્રથમ હોસ્ટેલ બનશે.

આ હોસ્ટેલ પ્રોજેક્ટ નિર્માણ માટે મુંબઈથી નકુભાઈ રામજીભાઈ જોધાણી (ગામ- દુધાળા) તરફથી રૂ.૨૧ લાખનો આર્થિક સહયોગ જાહેર કરવામાં આવ્યો છે.સમાજ ઘડતરના આ ઉમદા કાર્ય માટે ધીરુભાઈ માલવીયા અને પુનાભાઈ દુધાળાવાળાની લાગણી અને વિનંતીને માન આપી નકુભાઈ રામજીભાઈ જોધાણી હોસ્ટેલ પ્રોજેક્ટમાં દાન જાહેર કરી દાતા ટ્રસ્ટી બન્યા છે.

બીજા તબકકામાં બહેનો માટે હોસ્ટેલ બનશે.તા. ૧૫-૧૦-૨૦૨૧ ના રોજ ભાઇઓ માટેની હોસ્ટેલ પછી આગામી વર્ષ ૨૫૦૦ ચો. વા૨માં ૧૭૫૦૦ સ્કવેરફૂટના બાંધકામમાં ૫૦૦ બહેનો માટે સુધિાયુક્ત હોસ્ટેલ નિર્માણ થશે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે સાંસદ સી. આર. પાટીલ તથા કેન્દ્રીય તથા રાજ્યના મંત્રીઓ ઉપરાંત સ્થાનિક ધારાસભ્યોને નિમંત્રણ પાઠવવામાં આવનાર છે. હોસ્ટેલ પ્રોજેક્ટના મુખ્યદાતાઓ, દાતા ટ્રસ્ટીઓ તથા પટેલ સમાજના અગ્રણીઓ તથા વિવિધ શહેરમાંથી પટેલ સમાજના અગ્રણીઓ પણ હાજરી આપનાર છે.

Author : Gujaratenews