પાસ થયેલા કુલ 120 માંથી સરદાર ફાઉન્ડેશનના 28 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા
Sardar foundation સંસ્થાએ વધુ એક વખત ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું હતું. સરકારી નોકરી મેળવવા માટે યુવાનો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. સરકારી નોકરી મેંળવીએ ઘણા યુવાનોનું સ્વપ્ન હોય છે. સરકારી નોકરીઓ માટે સરકાર દ્વારા અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવતી રહે છે. ત્યારે આ પરીક્ષાઓ પાસ કરવા માટે ઘણા યુવાનો કોચિંગ ક્લાસનો સહારો લઈને ઇચ્છિત સફળતા મેળવતા હોય છે. રાજકોટ શહેરમાં આવું જ કોચિંગ સેન્ટર શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા ચલાવાઈ રહ્યું છે.
સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશને (SPCF) સૌરાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે યુપીએસસી, જીપીએસસી, પોલીસ ઈન્સ્પેક્ટર તથા વર્ગ- 1,2 અને 3ના કોચિંગમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સંસ્થામાં તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી સમાજ, પરિવાર અને સંસ્થાનું નામ રોશન કર્યું છે. ત્યારે GPSC દ્વારા લેવાયેલી વર્ગ-1 અને 2ની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર કરાયું છે. આ પરીક્ષામાં પાસ થયેલા કુલ 120 ઉમેદવારોમાંથી શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના 28 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. જાહેરાત ક્રમાંક- 10/2019-20 હેઠળ GPSC દ્વારા લેવાયેલી વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષામાં રાજકોટના શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના કુલ 28 વિદ્યાર્થીઓએ સફળતા મેળવીને સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે.સંસ્થામાં તાલીમ મેળવીને પાસ થયેલા 28 ઉમેદવારોમાં 10 વિદ્યાર્થિની અને 18 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.GPSC વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન (SPCF)ના ચેરમેન નરેશભાઈ પટેલ, પ્રમુખ હર્ષદભાઈ માલાણી તથા ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા છે અને સંસ્થામાં વધુને વધુ વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવી આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી. સમાજમાં કોઈપણ જ્ઞાતિના વિદ્યાર્થીઓ રાષ્ટ્ર ભાવના સાથે સુસંસ્કૃત નાગરિક બને તેવી ભાવનાથી સંસ્થાના ચેરમેન નરેશભાઈ પટેલ તથા પ્રમુખ હર્ષદભાઈ માલાણી તથા તમામ હોદ્દેદારો, ટ્રસ્ટીઓ એકી સાથે સતત વિચાર વિમર્શ કરી વધુને વધુ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થાય અને તેમના પરિવારને, સમાજને અને રાષ્ટ્રને સારો નાગરિક મળે તેવી ભાવનાથી સતત હાજરી આપી રહ્યા છે. સંસ્થા ખાતે નિષ્ણાંત ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ, અતિ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા બિલ્ડીંગમાં 6 હજારથી વધારે પુસ્તકની લાયબ્રેરી, વાંચનાલય, તથા વાતાનુકુલિન વાતાવરણમાં વિદ્યાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે. હાલમાં આ સંસ્થામાં 1500થી વધુ વિદ્યાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે.
આ સમાચારને વધુમાં વધુ સોશિયલ મીડિયામાં શેર કરો
20-Aug-2024