કોંકણ અને મરાઠવાડામાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ, IMD એ અનેક વિસ્તારોમાં જાહેર કર્યુ એલર્ટ
08-Sep-2021
મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે. 65 મીમીથી વધુ વરસાદ થતા સમગ્ર વિસ્તારમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદને (Heavy Rains) પગલે પાણીનું સ્તર વધ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશરને (Law Pressure) કારણે બુધવારે પણ મહારાષ્ટ્રમાં કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં (Vidarbh) ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું , હવામાન વિભાગ દ્વારા મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, નાસિક, પુણે, સતારા અને કોલ્હાપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કર્યું છે. ઉપરાંત હવામાન વિભાગ દ્વારા શનિવાર સુધી દક્ષિણ કોંકણ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે નિચાણવાળા વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવી છે. તેમજ પાલઘરમાં ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર (Red Alert) કરવામાં આવ્યુ છે.
20-Aug-2024