2022 વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપની કવાયત, પાંચ રાજ્યોનાં ચૂંટણી પ્રભારીની જાહેરાત, દર્શન જરદોશને ગોવામાં ઇલેક્શન સહ પ્રભારીની જવાબદારી

08-Sep-2021

તમામ પક્ષો આગામી વિધાનસભાની ચૂંટણીની પૂરજોશમાં તૈયારીમાં વ્યસ્ત છે. ત્યારે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ચૂંટણી માટે ચૂંટણી પ્રભારી અને સહ-પ્રભારીઓની નિમણૂક કરી છે. આ અંતર્ગત પ્રહલાદ જોશીને ઉત્તરાખંડમાં ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, લોકેટ ચેટરજી અને આરપી સિંહ સહ-પ્રભારી રહેશે.

 

2022 વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપે કવાયત આદરી છે. અને ભાજપ દ્વારા પાંચ રાજયોના ચૂંટણી પ્રભારીની જાહેરાત થઇ છે. જેમાં ઉત્તરાખંડમાં પ્રહલાદ જોશીની ચૂટણી પ્રભારી તરીકે વરણી કરવામાં આવી છે. જયારે પંજાબમાં ગજેન્દ્રસિંહની અને ભુપેન્દ્ર યાદવની મણિપુરનાં પ્રભારી તરીકે વરણી થઇ છે. તેમજ દેવેન્દ્ર ફડણવીસની ગોવાનાં પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જયારે ઉત્તરપ્રદેશમાં ધર્મેન્દ્રપ્રધાનની ચૂંટણીલક્ષી પ્રભારી તરીકે વરણી કરવામાં આવી છે. ભાજપ નેતાઓને ચૂંટણી પ્રભારી તરીકે જવાબદારી સોંપાઇ છે.

ગુજરાતના સાંસદોને આગામી વિધાનસભાની ચૂંટણી અન્વયે વધુ એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં દર્શન જરદોશને ગોવામાં ઇલેક્શન સહ પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. જયારે સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાને પણ જવાબદારી અપાઈ છે. તેમને પંજાબ ઇલેક્શનમાં સહ પ્રભારીની જવાબદારી આપવામાં આવી છે.

 

વિધાનસભા ચૂંટણી 2022

વર્ષ 2022 ની શરૂઆતમાં કુલ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આમાંથી ચાર રાજ્યો એવા છે જ્યાં ભાજપની સરકાર પહેલાથી જ સત્તામાં છે. વર્ષ 2022 માં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોમાં માર્ચ-એપ્રિલની વચ્ચે ચૂંટણી થઈ શકે છે.

Author : Gujaratenews