અરવલ્લી જિલ્લાના શીખ સમાજ દ્વારા 101 સ્વરૂપ સાહેબ ( ધર્મગ્રંથો)ની યાત્રાને સત્કાર કરી વિદાય આપી
08-Sep-2021
શીખ સમાજ દ્વારા અમૃતસરના સુવર્ણ મંદિરથી 101 સ્વરૂપ સાહેબ ,(ધર્મગ્રંથો) લક્ઝુરિયસ બસ લઈને સમગ્ર ગુજરાતના મેટ્રો સીટી અમદાવાદ, વડોદરા, રાજકોટ સુરત સહિતના ગુરુદ્રાર સ્થાપના હતી તેવા તમામ ધાર્મિક સ્થાનોમાં ગ્રંથોની સેવા આપી હતી અને ખંડિત ગ્રંથોને પરત લેવામાં આવ્યા હતા આ યાત્રા આજે મોડાસા થઈને અમૃતસર જવા પરત ફરતા મોડાસા શીખ સમાજ દ્વારા આનંદપુરા ખાતે સ્વાગત કર્યું અને સત્કાર તેમજ લંગર સેવા પૂર્ણ કરવી વિદાય આપી હતી આ પ્રસંગે શીખ સમાજના ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ સમાચારને સોશિયલ મીડિયા પર વધુમાં વધુ શેર કરો...
Author : Gujaratenews
















14-Dec-2025