અક્ષય કુમારના માતા અરુણા ભાટિયાનું નિધન, અભિનેતાએ જાતે આપી જાણકારી

08-Sep-2021

બોલીવૂડના ફેમસ અભિનેતા અક્ષય કુમારના માતા અરુણા ભાટીયાનું આજે સવારે નિધન થઇ ગયુ છે. અક્ષય કુમારે પોતે આ વિશે ટ્વીટ કરીને માહિતી શેયર કરી છે. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યુ કે, તે મારા જીવનનો આભાર સ્તંભ હતા અને આજે હુ આસહનિય પીડામાંથી પસાર થઇ રહ્યો છુ. મારી માતા અરુણા ભાટીયાએ આજે દુનિયાથી વિદાય લીધી છે. હવે તેઓ બીજી દુનિયામાં મારા પિતાને મળશે. આ સમય દરમિયાન હુ અને મારો પરિવાર તમારી પ્રાર્થનાનું સન્માન કરીએ છીએ. ઓમ શાંતિ.

ટ્વીટ કરાયેલો મેસેજ

She was my core. And today I feel an unbearable pain at the very core of my existence. My maa Smt Aruna Bhatia peacefully left this world today morning and got reunited with my dad in the other world. I respect your prayers as I and my family go through this period. Om Shanti

 

તેમની માતાની તબિયત ઘણા દિવસથી ખરાબ હતી અને તેમને મુંબઇની (Mumbai) હીરાનંદાની હોસ્પિટલમાં (Hiranandani Hospital) દાખલ કરાવવામાં આવ્યા હતા. પરિવારના આગ્રાહ પર હોસ્પિટલે અરુણા ભાટીયાની ટ્રીટમેન્ટ ડિટેલ્સ જાહેર નથી કરી. શુક્રવારની સાંજે તેમની માતાને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. અક્ષય કુમાર તેમની માતાથી ખૂબ નજીક હતા. જ્યારે તેમની માતાની તબિયતની ખબર મળી તેઓ લંડનથી તરત જ મુંબઇ પરત ફર્યા હતા.

 

Author : Gujaratenews