સુરતમાં ગેંગરેપ: દોઢ મહિનાથી ઓળખતા મિત્રએ 27 વર્ષીય મહિલાની લાજ લુંટી મિત્રોને હવાલે કરી દીધી, મિત્રોએ પણ બાકી ના રાખ્યું

08-Jun-2022

સુરત (Surat Crime)માં એક યુવતી સાથે ગેંગ રેપની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે. સુરતના ઉમરા(Umra Area) વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીના એક બંગલામાં 27 વર્ષીય મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે ગેંગરેપ (Gang Rape in Surat)ની ઘટના પ્રકાશમાં આવી છે. ઉમરા પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર સહિત 3 લોકો સામે ગુનો દાખલ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.ઉમરા ખાતે રહેતા આરોપી જયેશ ઉર્ફે જય હેમંતની મુલાકાત 27 વર્ષીય મહિલા સાથે થઇ હતી. દોઢ મહિના પહેલાં બંને વચ્ચે થયેલી ઓળખાણ મિત્રતામાં પરિણમી હતી.

પોલીસે મીડિયા સામે જણાવ્યું હતું કે, તે ફૂટપાથ પર માસ્ક વેચતી અને પોતાનો ગુજારો ચલાવતી હતી. તે વખતે જયંત નામના યુવક સાથે પરિચય થયો અને પછી મિત્રતા થઈ હતી. પીડિતાને 7 વર્ષનો પુત્ર હતો તેથી પિતાનો પ્રેમ મળશે તેવી આશા બંધાઈ હતી અને તે લગ્ન કરવા તૈયાર થઈ હતી. જયંતે પણ માત્ર પોતાની વાસના સંતોષવા પુરતો જ તેની સાથે સંબંધ રાખ્યો અને તેમની અંગતપળોનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરવા લાગ્યો. જયંત, તેના મિત્ર યોગી પવાર અને ધ્રુવ સાથે પીડિતા પર ગેંગરેપ કર્યો હતો.

 ઝોન 3ના ઇન્ચાર્જ ડીસીપી રાજદીપસિંહ નકુમે માહિતી આપતા જણાવ્યું હતું કે ઉમરા વિસ્તારના નંદનવન સોસાયટીના એક બંગલા નંબર 18 ખાતે રહેતા આરોપી જયેશ ઉર્ફે જય હેમંતની મુલાકાત 27 વર્ષીય મહિલા સાથે થઇ હતી. દોઢ મહિના પહેલાં બંને વચ્ચે થયેલી ઓળખાણ મિત્રતામાં પરિણમી હતી. આરોપી જય અને મહિલા વચ્ચે મુલાકાતો વધતાં તેમણે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

જોકે આરોપી જયેશ ઉર્ફે જયે મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે તેના બંગલામાં જ શરીર સંબંધ બાંધ્યો હતો. આ સમયે આરોપી જયેશે મહિલાનો વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયોના આધારે જ્યેશ મહિલાને વારંવાર બ્લેકમેલ કરી શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો. દરમિયાન 8 મે 2022ના દિવસે સાંજે 6:30 વાગ્યે આરોપી જયેશ ઉર્ફે જય હેમંતે પોતાના બંગલા પર મહિલાને બોલાવી હતી. તે સમયે જયેશ સાથે તેના મિત્રો પણ ત્યાં હાજર હતાં. 

જ્યાં જયેશે તેના પોતાના બેડરૂમમાં મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ જયેશે ત્યાં હાજર તેના મિત્ર યોગી પવાર અને ધ્રુવ બળજબરીથી વારાફરતી પીડિતાને શરીર સંબંધ(Rape) બાંધવા માટે મજબૂર કરી હતી. આ અંગે પીડિતાએ ના પાડતા આરોપીઓએ ભેગા મળી તેને ઢીકમુક્કીનો માર મારી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં આ ઘટના અંગે કોઇને કશું કહેવા પર જાનથી મારી નાખવાની ધમકીએ આપી હતી.મુખ્ય સૂત્રધાર દ્વારા પીડિતાનો શારીરિક સંબંધ બાંધતો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મહિલા જેના કારણે ખૂબ ડરી ગઈ હતી. જોકે પીડિતના માનેલા ભાઈને ઘટનાની જાણ થતાં તેને સમજાવી પોલીસ ફરિયાદ કરવા તૈયાર કરી હતી. જેથી પીડિતા મહિલાએ આરોપી જયેશ ઉર્ફે જય હેમંત, યોગી પવાર અને ધ્રુવ સામે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મામલાની ગંભીરતા સમજી મુખ્ય આરોપી જય અને યોગીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

 

Author : Gujaratenews