સુરતમાં સમૂહ લગ્નમાં દીકરીના પરિવારને મળશે, મેરેજ સર્ટિફિકેટ, ઇન્દિરા વિકાસપત્ર, કુંવરબાઇનું મામેરું અને સરકારી બોન્ડ
08-Mar-2022
ગુજરાત વિકાસ સમિતી દ્વારા ૧૭ એપ્રિલે ૨૧મા સર્વજ્ઞાતીય સમૂહલગ્નનું આયોજન
SURAT: પુણા ગામ સ્થિત સેવા સંસ્થા ગુજરાત વિકાસ સમિતી દ્વારા આગામી તા. ૧૭-૪-૨૦૨૨ને રવિવારના રોજ પુણાગામ ખાતે ૨૧મો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સમારોહ યોજાશે. આ સમુહ લગ્નમાં જોડાવા ઇચ્છુક વ્યક્તિઓએ તા. ૧-૪- ૨૦૨૨ સુધીમાં ફોર્મ ભરી સંસ્થાના કાર્યાલયે જમા કરવાના રહેશે.
સર્વજ્ઞાતી સમુહલગ્નનો હેતુ કુરિવાજ નાબુદી અને સમાજના દરેક વર્ગના લોકોને એક મંચ પર ભેગા કરી એકતાની સાંકળ રચવાનો છે. દર વર્ષે યોજાતા આ સમુહલગ્નમાં જોડાયેલી દીકરીઓને કરિયાવર પેટે સંસ્થાને દાતાઓ તરફથી દાનમાં આવેલી ચીજ વસ્તુઓ અપાવવામાં આવશે. સંસ્થાનું કાર્યાલય એ-૧૦૦, લક્ષ્મી પેલેસ, છીતુનગર સોસાયટી, રણુજાધામની બાજુમાં પુણા બોમ્બે માર્કેટ રોડ, પુણાગામ ખાતે છે. સમૂહ લગ્ન અંગેની વિશેષ માહિતિ માટે મો. નં. ૯૧૦૪૧ ૯૧૦૦૦, અથવા ૯૮૨૪૩ ૮૨૮૮૨ પર સંપર્ક કરવો.
ગુજરાત વિકાસ સમિતી સંસ્થાના પ્રમુખ પ્રવિણભાઇ ભાલાળાએ આ અંગે જણાવ્યું હતું કે, આ સમૂહ લગ્નમાં સંસ્થા તરફથી વિનામૂલ્યે લગ્ન રજીસ્ટર કરી સર્ટીફીકેટ આપવામાં આવશે. તેમજ ઇન્દિરા વિકાસપત્ર, કુંવરબાઇનું મામેરું અને સરકારી બોન્ડ જેવા તમામ લાભો અપાવવામાં આવશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024