Exit Polls પ્રમાણે યૂપી, ઉત્તરાખંડ, ગોવા, મણિપુરમાં BJP ની સરકાર, પંજાબમાં AAP ની સરકાર

08-Mar-2022

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ  વિધાનસભાની  ચૂંટણીના  અંતિમ  તબક્કાનું  મતદાન voting (Uttar Pradesh Assembly Elections 2022)ની  સમાપ્તી થતાની  સાથે સાથે જ એક્ઝિટ પોલના પરિણામો (Exit Poll Results 2022 ) પણ સામે આવ્યા છે. તમામ  ન્યૂઝ  ચેનલો અને  એજન્સીઓના એક્ઝિટ  પોલ (Exit Poll) ના  પરિણામ  પ્રમાણે  4 રાજ્યોમાં  ભાજપા અને  એકમાં  AAPની  સરકાર બની રહી  છે. જોકે, વિધાનસભાની ચૂંટણીના  પરિણામ 10 માર્ચે જાહેર થશે. ત્યારે કોણ સરકાર બનાવશે તે સાચી ખબર પડશે.

રિપબ્લિક ટીવીના એક્ઝિટ પોલમાં યૂપીમાં ભાજપાને પૂર્ણ બહુમત

સપા ગઠબંધન - 119થી 134 સીટો

બસપા - 7થી 15 સીટો

કોંગ્રેસ - 3 થી 8 સીટ

અન્યને 2 થી 6 સીટો

ઉત્તર પ્રદેશમાં P-MARQનો એક્ઝિટ પોલ

ભાજપા ગઠબંઝનને 240 સીટ

સપા ગઠબંધનને 140 સીટ

બસપાને 17 સીટ

કોંગ્રેસને 4 સીટ

અન્યને 2 સીટ

મણિપુરમાં P-MARQનો એક્ઝિટ પોલ

ભાજપા - 27-31 સીટ

કોંગ્રેસ - 11-17 સીટ

એનપીપી - 6-10 સીટ

એન્ય - 5-13 સીટ

ગોવામાં ભાજપા 19 સીટો સૌથી મોટી પાર્ટી બનીને ઉભરશે

ઇન્ડિયા ટીવીના એક્ઝિટ પોલ પ્રમાણે ગોવામાં ભાજપા 19 સીટો સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરશે.  જ્યારે કોંગ્રેસને 14+ સીટો મળવાનો અંદાજ છે. તૃણમ્રુલ કોંગ્રેસને 2 અને આમ આદમી પાર્ટીને 1 સીટ મળવાનો અંદાજ છે. અન્યને 5 સીટો મળી શકે છે. એટલે ગોવામાં પોતાના દમ પર કોઇ સરકાર બનાવતા જોવા મળી રહ્યા નથી.

પંજાબમાં આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમત

એક્ઝિટ પોલ પ્રમાણે પંજાબમાં આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમત મળવાની સંભાવના છે. ઝી ન્યૂઝના એક્ઝિટ પોલ પ્રમાણે કોંગ્રેસને 27, આમ આદમી પાર્ટીને 60, અકાલી દળ ગઠબંધનને 25, ભાજપા ગઠબંધનને 4 અને અન્યને 1 સીટ મળવાનો અંદાજ છે.

Author : Gujaratenews