રાજકોટમાં અખિલ ભારતીય સંત સમિતિનું 13મી માર્ચે ધર્મ સંમેલન

08-Mar-2022

SURAT: અખીલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના આયોજીત ધર્મ સંમેલન, શાકોત્સવ એવમ રજતતુલાનુ આયોજન રેસકોસ ગ્રાઉન્ડ, રીંગ રોડ, રાજકોટ ખાતે તા. ૧૩-૩-૨૦૨૨ રવિવાર સમયઃ બપોરે ૪:૩૦ થી ૯:૩૦ દરમિયાન થવા જઈ રહ્યું છે. 
જેમાં મુખ્ય વકતા ૫.પૂ. સદ્. નૌતમ સ્વામી, સી.આર. પાટીલની સવિશેષ ઉપસ્થિતિ રહેશે. ઉપરાંત ૫.પૂ. સંત મુક્તાનંદ બાપુ, પ.પૂ. ધર્મભુષણ સંત રાજેન્દ્રદાસ બાપુ, પ.પૂ. સંત વિજય બાપુ,  ડીવી રાણા (પીન્ટુભાઈ), વિક્રમભાઈ શીયાળીયા તથા સુરતના પ્રવીણભાઇ ભાલાળા, હિન્દુ ધર્મ સેના હાજરી આપશે.

Author : Gujaratenews