ઉત્તર પ્રદેશમાં 403 બેઠકો માટે વિધાનસભાની ચૂંટણી, ઉત્તરાખંડમાં 70 વિધાનસભા બેઠકો, પંજાબમાં 117 વિધાનસભા બેઠકો, ગોવામાં 40 વિધાનસભા બેઠકો અને મણિપુરમાં 60 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે

08-Jan-2022

કોરોના સંક્રમણના વધતા જતા કેસોની (Corona Cases) વચ્ચે ભારતના ચૂંટણી પંચે (Election Commission of India) પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણીની (Assembly Election Date 2022) તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં 403 બેઠકો માટે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જ્યારે ઉત્તરાખંડમાં 70 વિધાનસભા બેઠકો, પંજાબમાં 117 વિધાનસભા બેઠકો, ગોવામાં 40 વિધાનસભા બેઠકો અને મણિપુરમાં 60 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે.

Author : Gujaratenews