ભાજપની કાર્યપદ્ધતિથી વ્યકતી નિર્માણ સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ દ્વારા ભારતમાતાને પરમ વૈભવશાળી બનાવવાનું કાર્યકર્તા નુ લક્ષ રહેલું છે: અતુલભાઇ દીક્ષિત 

08-Jan-2022

અરવલ્લી:  ખેડબ્રહ્મા અંબાજી મંદિર ખાતે પોશીના તાલુકા મંડળનો અભ્યાસ વર્ગ માં ભાજપ ની કાર્ય પદ્ધતિ અને સંગઠન માં આપણી ભૂમિકા વિષય પર પ્રદેશ પૂર્વ સંગઠન મંત્રી અતુલભાઇ દીક્ષિતે વક્તવ્ય આપતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી વિચાર નિષ્ઠ પાટી છે .કાર્યપદ્ધતિ એ સંગઠનનો આત્મા છે. પ્રશિક્ષણ વર્ગ, કાર્યકર્તા, કાર્યક્રમ, પ્રવાસ, સંવાદ, સંપર્ક ના કારણે કાર્યકર્તાનું એક સારું ઘડતર થાય છે. પાર્ટીના સંગઠનના માળખામાં બુથના કાર્યક્રમનો વિચાર કરવામાં આવે છે. વિચારોની સ્પષ્ટતા કાર્ય પદ્ધતિ પર અતૂટ શ્રદ્ધાને સંગઠન ના મૂળ સિદ્ધાંતો પર વિશ્વાસ રાખીને જ આપણે સંપૂર્ણ દેશમાં અજેય સંગઠન નું નિર્માણ કરી શકીએ છીએ. કાર્યકર્તા અને પદાધિકારિઓએ ભોજન કરવાનો આગ્રહ કાર્યકર્તા ના ઘરે જ રાખવો જોઈએ જેનાથી કૌટુંબિક ભાવના પેદા થાય છે અને પારિવારિક સંબંધો સારા બની રહે છે. મત મતાંતર થી દૂર રહી સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે કામ કરવું જોઈએ .મા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત ના કાર્યક્રમમાં પેજ સમિતિના સભ્યોને સામેલ કરવા જોઈએ. મા ભારતી નુ કલ્યાણ એ જ આપણું લક્ષ્ય છે તે મંત્રની સાથે આગળ વધવું જોઈએ. ઉપરોક્ત વર્ગમાં જિલ્લા મંત્રી કનુભાઇ પટેલ અને વર્ગ અધિકારી મલૂકેશભાઈ સોલંકી હાજર તેમજ પોશીના તાલુકાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

Author : Gujaratenews