વિદેશમાં મુસાફરી કરનારા માટે ગુડ ન્યૂઝ, ટૂંક સમયમાં ઈ-પાસપોર્ટ આવશે અમલમાં, જાણો સુવિધાઓ વિશે...

07-Jan-2022

-ટૂંક સમયમાં ઈ પાસપોર્ટ અમલમાં આવશે 

-વિદેશ મંત્રાલયના સચીવે ટ્વીટ કરીને માહિતી આપી 

-નાગરીકોને ઈ પાસપોર્ટથી ઘણા ફાયદા મળી રહેશે

વિદેશમાં જતા યાત્રીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના નાગરીકો માટે હવે ટૂંક સમયમાં નેક્સ્ટ જનરેશન ઈ પાસપોર્ટ આપવાનું શરૂ કરવામાં આવશે. વિદેશ મંત્રાલયના સચિવ સંજય ભટ્ટાચાર્યએ આ મામલે ટ્વીટ કરીને માહિતી આપી છે. જેમા તેમણે કહ્યું કે જલ્દીથી ભારતના નાગરીકોને ઈ પાસપોર્ટ આપવામાં આવશે. 

વધુમાં સંજય ભટ્ટાચાર્ય દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે ઈ પાસપોર્ટ ધરાવનારનો બાયોમેટ્રિક ડેટા સ્ટોર રહેશે. આ નિર્ણય ડુપ્લીકેટ પાસપોર્ટને રોકવા માટે તેમજ ઈમીગ્રેશનની પ્રક્રિયાને વધું સરળ બનાવા માટે લેવામાં આવી રહ્યો છે. 

ભારતીય યાત્રીઓનું ઈમીગ્રેશન વધું સરળ રહેશે

ખાસ વાતતો એ રહેશે કે ઈ પાસપોર્ટને કારણે ભારતીય યાત્રીઓનું ઈમીગ્રેશન વધું સરળ રહેશે. સમગ્ર મમાલે વિદેશ મંત્રાલયે સંસંદમાં કહ્યું કે નાગરિકોને સારી સુરક્ષા મળી રહે તેને લઈને ચિપ વાળા ઈ પાસપોર્ટ હવે નાગરીકોને આપવામાં આવશે. જેથી કરીને નાગરીકોને ક્યાય પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહી કરવો પડે. 

ઈ પાસપોર્ટ પર રહેશે ડિજિટલ હસ્તાક્ષર 

આ પાસપોર્ટની ખાસીયત એ છે કે દરેક પાસપોર્ટ પર ડિજિટલ રીતે હસ્તાક્ષર કરવામાં આવેલા હશે. જેને ઈ ચિપમાં સ્ટોર કરવામાં આવશે. પાસપોર્ટને બુકલેટમાં મુકવામાં આવશે જેથી જો કોઈ વ્યક્તિ પાસપોર્ટ સાથે ચેડા કરશે તો સિસ્ટમને પહેલા ખ્યાલ આવી જશે અને તેનું પાસપોર્ટ વેરિફિકેશન પણ નિષ્ફળ થશે. 

ટૂંક સમયમાં વિદેશ મંત્રાલય જાહેરાત કરશે 

ઉલ્લેખનીય છે કેન્દ્ર દ્વારા ઈ પાસપોર્ટને લઈને પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં વિદેશ મંત્રાલય દ્વારા હવે ઈ પાસપોર્ટને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જો ઈ પાસપોર્ટ અમલમાં આવી ગયા તો યાત્રીઓને ઘણો ફાયદો મળી રહેશે.

Author : Gujaratenews