ડુધરવાડા ગામમાં કડવા પાટીદાર સમાજનો સ્નેહમિલન સમારોહ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

07-Nov-2021

અરવલ્લી : ડુધરવાડા ગામમાં સ્નેહમિલન સમારોહ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ સમારોહમાં ગામમાંથી પાટીદાર સમાજના વડીલો યુવાનો બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સ્નેહમિલન સમારોહમાં નવનિયુક્ત મોડાસીયા વીસ ગામ કડવા પાટીદાર સમાજના પ્રમુખ સંજયભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા સમાજના પ્રસંગો  થતા બિનજરૂરી ખર્ચ તથા કુરિવાજો બંધ કરવા સંકલ્પ કરવો તથા સમૂહ લગ્નમાં જોડાવા અપીલ કરી હતી જે સમાજ હિત ની વાત સૌએ વધાવી લીધી હતી. પાટીદાર સમાજની સર્વોચ્ચ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા ધાર્મિક સામાજિક યોજનાઓ તથા વિકાસની ફલશ્રુતિ રજૂ કરી હતી. ગામના વડીલ અને નિવૃત્ત શિક્ષક અંબાલાલ પટેલ દ્વારા મા-દિકરી બેટી બચાવો બેટી પઢાઓ તથા સ્ત્રીભુણ હત્યા વિશે સામાજિક પ્રવચન કર્યું હતું.

સવારનું ભોજન સ્વ. કોદરભાઇ કાળાભાઈ પટેલ હ.તરલીકાબેન કેશવભાઈ પટેલ તથા સાંજનું ભોજન સ્વ.રસિકભાઇ કોદરભાઇ પટેલ હ.કુસુમબેન રસિકભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું.

ઇનામ વિતરણ ધો.૧૦ થી ઉપરની તમામ ફેકલ્ટીને ધ્યાન શૈલેષભાઇ કાન્તિભાઈ પટેલ તથા MBBS માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને હરેશભાઈ અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. પ્રોગ્રામનું એન્કરીંગ રજનીભાઇ પટેલ અને આભાર વિધિ ચેતનભાઈ પટેલે કરી હતી.

Author : Gujaratenews